મોરબીના હરિપાર્ક સોસાયટીમાં રહેતા સાગરભાઈ નભુભાઈ અપારનાથીએ તેનું GJ-25-K-4333 નંબરનું બાઈક ગત તા.-10/06/2024 ના રોજ હરિપાર્ક સોસાયટી, વિધ્યુતનગરમાં પાસે તેનું બાઈક પાર્ક કરેલ હતું. જે બાદ ત્યાંથી કોઈ અજાણ્યા ચોરી બાઈક લઇ નાસી ગયા હતા, જે બાદ સાગરભાઈએ આસપાસના વિસ્તારમાં બાઈકની શોધખોળ કરતા બાઈક ન મળતા સાગરભાઈએ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.