HomeGujaratમોરબીમાં ઘર પાસે બંધ રસ્તો ખોલાવતા પાલિકાના પૂર્વ કાઉન્સીલર પર 11 શખ્સનો...

મોરબીમાં ઘર પાસે બંધ રસ્તો ખોલાવતા પાલિકાના પૂર્વ કાઉન્સીલર પર 11 શખ્સનો હુમલો

મોરબી શહેરના ગોકુળનગર વિસ્તાર નજીક આવેલી જાગાની વાડીમાં રહેતા મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સીલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત શામજી કંઝારિયા તે તેમના વિસ્તારમાં રહેતા દિનેશ શામજીભાઈ ડાભી, હંસરાજ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી અને સુરેશ છગનભાઇ ડાભી તેમજ અન્ય ચાર મહિલા સહિત કુલ મળીને 11થી વધુ લોકો દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઇજા પામેલા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા હતા.
માહિતી મુજબ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને ધોકાના ઘા કુહાડીનો બુંધર વાટીનો ઘા મારીને ઇજા કરેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા રોહિતભાઈનું નિવેદન નોધવા તજવીજ હાથ ધરી હતી
પ્રાથમિક માહિતી મુજબ ડાભી પરિવાર દ્વારા ગોકુલનગરથી જાગાની વાડી તરફ જવા માટેનો જે આઠ વાડીનો રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રસ્તો ખુલ્લો કરાવવા માટે થઈને રોહિત કંઝારીયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેથી કરીને થોડા સમય પહેલા મામલતદારની હાજરીમાં રસ્તા ઉપરના દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW