HomeGujaratટંકારાના નેકનામ પાસે પાણી પાઈપ લાઈનમાં ભંગાણ કરીને પાણી ચોરી કરતા બે...

ટંકારાના નેકનામ પાસે પાણી પાઈપ લાઈનમાં ભંગાણ કરીને પાણી ચોરી કરતા બે કારખાના વિરુદ્ધ ફરિયાદ

ટંકારા તાલુકાના જોધપર ગામને પાણી આપવા સરકારે બેડીથી જોધપર જૂથ યોજના હેઠળ પાણીની લાઇન નાખી હતી. ગત તા.-16/04/2024 ના રોજ પાણી પુરવઠા બોર્ડ બધા પાઈપ લાઈનના પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટંકારાના નેકનામ ગામ નજીક GEBના સબ-સ્ટેશન સામે આવેલ શુભ એન્ટરપ્રાઈઝ તથા એડન પોલીપેક આ બંને કારખાનાની બાજુમાં થી જતી પાઈપ લાઈનમાંથી ફેકટરીના અંગત ઉપયોગ માટે પાણીની લાઈનમાં ગેરકાયદેસર ભંગાણ કરી પાણીની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. શુભ એન્ટરપ્રાઇઝ કારખાના તથા એડન પોલીપેક કારખાનાના આ બંને વિરુદ્ધ કોન્ટ્રાકટર ચિરાગભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW