મોરબીની જવાહર સોસાયટી પ્રાથમિક શાળામાં ગત તા.09 ના રોજ બેગલેસ ડે અંતર્ગત બાળ સંસદની રચના માટે આદર્શ ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું આ માટે ધોરણ 3 થી 8 ના બાળકોને મતદાર બનાવી મતદાર યાદી તૈયાર કરવામાં આવીહતી તેમજ શાળામાં એક મતદાન મથક બનાવવામાં આવ્યું પ્રિસાઇડિંગ ઓફિસર ફસ્ટ પોલિંગ ઓફિસર જેવા ચૂંટણી કર્મચારીઓને નિમણૂક આપી સઘન તાલીમ આપવામાં આવી મતદારકાપલીનું વિતરણ કરવામાં આવ્યું પોલીસ કર્મચારી નિયુક્ત કરાયા હતા. વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા નો પ્રત્યક્ષ અનુભવ મળે એ રીતે EVM SIMULATOR એપ્લિકેશન દ્વારા ડિજિટલ ઇવીએમ અને ડિજિટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા કરાવવામાં આવી 8 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહ્યા આ વિદ્યાર્થી ઉમેદવારોને ચૂંટણી પ્રતીક આપવામાં આવ્યા ચૂંટણી પ્રચાર માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો ચૂંટણી એજન્ટની પણ નિમણૂક કરી. કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ વીવીપેટ unit વગેરેનો પ્રત્યક્ષ અનુભવ EVM SIMULATOR એપ્લિકેશન દ્વારા ચૂંટણી કરીને વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કરાવવામાં આવ્યો વિદ્યાર્થીઓને મતદાર તરીકે તથા ઉમેદવારી કરવાનો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો. તમામ પ્રક્રિયા વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવી હતી.

