HomeGujaratમોરબીમાં પોલીસની સ્કુલ વાન ચેકિંગ ડ્રાઈવ, 73 વાહનચાલકોને દંડ અને 13 વાહનો...

મોરબીમાં પોલીસની સ્કુલ વાન ચેકિંગ ડ્રાઈવ, 73 વાહનચાલકોને દંડ અને 13 વાહનો ડીટેઈન કરાયા

મોરબી જીલ્લામાં વાહન આકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે મોરબી પોલીસે તા.-05/08 થી તા.- 10/08 દરમિયાન સ્કુલ વાન ચેકિંગ ડ્રાઈવ રાખેલ અને ડ્રાઈવ દરમિયાન જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સીંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફીકેટ/ ફર્સ્ટ એઇડ કીટ /ફાયર એક્સટિંગ્વીશર/ લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર. ટી. ઓ.ના નિયમનોનું ઉલ્લઘન કરતા સ્કુલ વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સરપ્રાઈઝ ચેકિંગ દ્વારા કુલ-630 વાહનો ચેક કરાયા હતા. જેમાંથી ટ્રાફિક નિયમનું ભંગ કરતા 73 વાહન ચાલકો પાસેથી કુલ રૂ. 38,000નો દંડ વસુલવામાં આવ્યો હતો અને સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ -207 મુજબ 13 સ્કુલ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો પોલીસનો દાવો.   

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW