મોરબી સબ જેલ ખાતે ઇન્ટરનેશનલ પ્રિઝનર જસ્ટિસ ડે, ની ઉજવણી નિમીત્તે જેલ માં રહેલ બંદિવાનો માટે જીલ્લા કાનૂની સેવા સમિતિ મોરબી દ્રારા બંદિવાનો ના અધિકાર તેમજ કાનૂની જાગૃતિ અર્થે કાર્યક્રમ કરવામાં આવેલ હતો. તેમજ બંદિવાનોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ. કાર્યક્રમના આયોજન માટે ડી.એલ.એસ.એ ના પેનલ ચીફ એડવોકેટ શબાનાબેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલ ના ડૉ. હિતેશભાઇ બદરાનાઓએ શિબિરમાં હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો. સાથે જેલ અધિકક્ષક એ જી દેસાઈ તથા જેલર પી.એમ.ચાવડાઓએ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવેલ હતી.

