મોરબીના શોભેશ્વર રોડ પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપૂજક એ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર શોભેશ્વર રોડ પાણીની ટાંકી પાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો. ડી કે પટેલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી, તેના મુત્યુ અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

