રાજ્યના કેટલાક વર્ષોમાં સુરત તક્ષશિલા ની આગ,મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના,રાજકોટના ટી આરપી ગેમઝોન ઘટના, હરણી તળાવમાં બોટ ડૂબી જવાની ઘટના સહિતની અનેક ઘટના માં 250થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનનામાં પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા તમામ પીડિત પરિવારને સાથે રાખી 9 ઓગસ્ટથી ન્યાય યાત્રા નું આયોજન કરાયું છે કે જેનો આજથી મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના થી50 મીટર દૂર ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો છે.આં પૂર્વે દરબાર ગઢ પાસે ક્રાંતિ સભા યોજી હતી જેમાં મોરબી રાજકોટ અને અન્ય દુર્ઘટના ના પડિત ને સ્ટેજ પર સ્થાન આપી સભા યોજી હતી.
આ સભામાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જોડ્યા હતા જેમાં આમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા, લાલજી દેસાઈ, જેનીબેન ઠુમર સહિતના મોટી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન અને કાર્યકરો ઉપરાંત મોરબી જિલ્લાના કોંગ્રેસ આગેવાન અને કાર્યકરો જોડાયા હતા