મોરબીના વાલ્મીકીવાસમાં બાતમીના આધારે પોલીસે દરોડા પડતા ત્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ખુશાલ ઉર્ફે કાળાભાઈ હીરાભાઈ સોંલકી, ઘોઘો ઉર્ફે કાનાભાઇ ધારાભાઇ કરકટા, પારસભાઇ હિરાભાઇ સોલંકી, મનસુખભાઇ મોહનભાઇ થારેસા અને બશીરભાઈ સલીમભાઈ ચાનીયા નામના પાંચ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 49,500 ના મુદામાલ મળી આવ્યો હતો, જે મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.