મોરબી એસઓજીની મળેલી બાતમીના આધારે હળવદ ધ્રાંગધ્રા હાઇવે શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આધ્યાશક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે SOG એ દરોડા પાડતા. ત્યાંથી એક ટેન્કરમાંથી ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી કરતા ત્રણ શખ્સો સ્થળેથી ટેન્કર મૂકી નાસી ગયા હતા. SOGની ટીમે રૂ.- 15 લાખની કિમતનું GJ-12-BW-9237 નંબરનું ટેન્કર, 3 લાખની કિંમતનો GJ-27-TT-7634 નંબરનો બોલેરો, કુલ રૂ.- 45,12,402 નું કેમિકલ તથા મોબાઈલ અને કેમિકલ કાઢવાના સાધનો સહીત કુલ રૂ.- 63,17,702 નો મળેલ મુદામાલ SOG એ કબ્જે કરી હળવદ પોલીસને સોપી તે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.