Monday, September 9, 2024
HomeGujaratમોરબીમાં મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરાયા

મોરબીમાં મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરાયા

મોરબીના જુના સાદુળકા પાસે આવેલા મચ્છુ ડેમ-3 નો એક દરવાજો અડધો ફુટ ખોલાવામાં આવ્યો છે, અને હાલ પાણીની આવક ચાલુ છે. ત્યારે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. ડેમમાં 417 ક્યુસેક પાણીની આવક સામે 417 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી મોરબીના ગોર ખિજડીયા, વનાળિયા, માનસર, નારણકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા અને માળીયાના દેરાળા, મેઘપર, રાસંગપર, વિરવદરકા, માળીયા મિયાણા, હરીપર અને ફતેપર સહીતના 21 ગામોને એલર્ટ કરાયા છે. ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઇ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW