હળવદના ચરાડવા ગામે પોલીસે બાતમીના આધારે રેડ મારતા ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા હરીભાઈ જીવાભાઈ સોલંકી, જયંતીભાઈ લવજીભાઈ મકવાણા, જીવાભાઈ જગાભાઇ મકવાણા અને વશરામભાઇ લાલજીભાઈ મકવાણા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી રોકડ રકમ રૂ.- 17,200 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ બનાવ મામલે હળવદ પોલીસે આ ચાર જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.