હળવદ મોરબી રોડ ઉપર ધ્રાંગધ્રા કેનાલ પાસે વાચારી તલાવડી નજીક મોરબી એસઓજી ટીમે મળેલ બાતમીના આધારે રેડ મારતા ત્યાં આરોપી પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમ્નભાઈ ઉર્ફે પદુબાપુ ઈશ્વરદાસ વૈષ્ણવ રહે. મેઈન બજાર, વણીયાવાડ, હળવદના વૃદ્ધના રહેણાંક મકાનમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ 4 કિલો 490 ગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. આરોપીના મકાનમાંથી રેડ દરમિયાન 4 કિલો 490 ગ્રામ ગાંજાનો જથ્થો કુલ રૂ.- 44,900 તેમજ 6000 નો મોબાઈલ મળી કુલ રૂ.- 50,900ના મળેલ મુદ્દામાલ SOG પોલીસે કબ્જે કરી, તે વૃદ્ધાને ઝડપી લઈ હળવદ પોલીસને સોપી નાર્કોટિક્સ એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.