હળવદના શિવ બગ્લોમાં રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ઠકકર જણાવ્યું હતું કે, રાયધ્રા ગામે GJ-36-X-1617 નંબરના મહિન્દ્રા બોલેરોમાં જવાતા 7 પાડા અને 1 પાડી એમ કુલ 8 પશુઓને આરોપી ભરતભાઈ બચુભાઈ સલાટ, ભરતભાઈ સેલાભાઈ સલાટ અને રમેશભાઈ ભલજીભાઈ સલાટ એ કતલખાને વેચાણ કરવા માટે બોલેરો પીકઅપ ગાડીમાં ત્રાસ થાય તે રીતે ખીખોખીચ ભરી અને કોઈ ઘાસચારા કે પાણીની સગવડ ન હતી. પોલીસ ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી બોલેરો ગાડીમાં ભરી કતલખાને લઈ જવામાં આવી રહેલા 8 પાડા અને પાડીના જીવ બચાવી લેવામાં આવ્યો હતો. બે આરોપીઓ સાથે કુલ રૂ.- 3,24,000 ના મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે તે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

