HomeGujaratજુમ્માવાડીમાં રહેતા લોકોને નવલખી પોર્ટમાં રોજગારી માટે પ્રાથમિકતા આપવા માગ,કલેકટરને આવેદન

જુમ્માવાડીમાં રહેતા લોકોને નવલખી પોર્ટમાં રોજગારી માટે પ્રાથમિકતા આપવા માગ,કલેકટરને આવેદન

મોરબી જિલ્લાના એક માત્ર બારમાસી પોર્ટ એવા નવલખી પોર્ટમાં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં કોલસા લોડ અનલોડ કામગીરી ચાલે છે વર્ષો પહેલા અહીથી અનાજ રાસાયણિક ખાતર અને અન્ય વસ્તુઓ લોડ અનલોડ થતી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકમજૂરો કામગીરી કરતા હતા જોકે 1999ના વાવાઝોડા બાદથી સ્થાનિક મજૂરોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા અને ન્યુ નવલખીમાં વસવાટ માટે મોકલી દેવાયા હતા સમયાન્તરે નવલખી પોર્ટમાં સ્થાનિકો મજુરોના બદલે પર પ્રાંતીય મજૂરો ઓછા પગારમાં કામગીરી લાગવા માંડતા ધીમે ધીમે સ્થાનિક મજૂરો બેકાર થવા લાગ્યા અને માછીમારી તરફ વળ્યા હતા હવે દરિયામાં માછીમારી માટે દુર દુર સુધી ગયા બાદ પણ માછલી ન મળતી હોય અને ખર્ચ વધતા માછીમારી છોડવી પડે તેવી સ્થિતિ સર્જાતા આજે જુમ્માંવાડી વિસ્તારમાં રહેતા લોકો મોરબી કલેકટર કચેરી ખાતે આવી પહોચ્યા હતા અને નવલખી પોર્ટમાં તેઓને મજુરી માટે પ્રાથમિકતા આપવમાં આવે તેવી રજૂઆત કરી હતી આ ઉપરાંત તેઓને લઘુતમ વેતન આપવામાં આવે આ વિસ્તારમાં રહેતા મજૂરોને રોજગારી સાથે સાથે સસ્તા દરે અનાજ આપવા,બીપીએલ યાદીમાં સમાવવા અને તેનો લાભ આપવા શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આરોગ્ય બાબતે તાત્કાલિક આશા બહેનોની નનિમણુક કરવાની માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW