HomeGujaratમોરબી પોલીસ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડમાં 26 મીએ લોન મેળાનું આયોજન

મોરબી પોલીસ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડમાં 26 મીએ લોન મેળાનું આયોજન

નાગરિકો વ્યાજના વિષચક્રમાં ફસાઈ નહીં અને આસાનીથી નિયમોનુસાર સાથે લોન મળી રહે તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી તારીખ 26 જુલાઈના રોજ માર્કેટિંગ યાર્ડમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા 26 જુલાઈના રોજ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિટીંગ હોલ ખાતે લોન મેળો યોજશે. જેમાં જરૂરિયાતમંદ નાગરિકોને વાજબી દરે લોન સરળતાથી મળી શકે, તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેશે. સરકારી યોજનાઓ દ્વારા ચાલતી લોનની માહિતી, મુન્દ્રા લોન, પીએમઇજીપીની લોન સહિતની માહિતી અપાશે. જરૂરિયાતમંદ લોકોને આ લોન મેળામાં હાજર રહેવા આમંત્રણ હળવદ પોલીસ દ્વારા પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW