હળવદ – મોરબી હાઇવે પર માનસર ગામ નજીક GJ-18-Z-6575 નંબરની એસટી બસ જે સુરેન્દ્રનગર – મોરબી રૂટની બસના ચાલકે બેદરકારી પૂર્વક પોતાની હવાલાવાળી બસ ચલાવી જતો હતો. મોરબીથી હળવદ તરફ જઈ રહેલા રાકેશ છગનભાઇ ડાવરના MP-46-MT- 5060 નંબરનું બાઈક લઇ મોરબીથી હળવદ તરફ આવતા હતા. તે સમયે માનસર નજીક એસ ટી બસે બાઈકને હડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક કમલ તારાચંદ ડાવરએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

