વાંકાનેર તાલુકાના પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલા બિંદાબેન સોહન ભાઈ બાવળિયાને ગઈકાલે મધ્ય રાત્રીના 1:55 વાગ્યાના અરસામાં પ્રસુતિ નો દુઃખાવો ઉપડતા તેમના વાળી માલિકે 108 માં કોલ કર્યો હતો. વાંકાનેર 108 માં કોલ મળતા જ EMT અંજલી સાધુ અને પાયલોટ રાજદીપ સિંહ જાડેજા સ્થળ પર પહોંચી ગયા હતા. પણ વરસાદ ચાલુ હોવાથી અને દર્દી સુધી AMBULANCE રસ્તો જોખમી અને કાદવ કીચડ વાળો હોવાથી વાડીમાં જઈ શકે તેમ ન હોવાથી અને દર્દી નાં સગાના કહેવા મુજબ દર્દી ને પ્રસવની પીડા વધારે હોવાથી જરા પણ સમય બગાડ્યા વગર વાડી વિસ્તારમાં ચાલી ને દર્દી પાસે મેડિકલ કીટ અને સાધન સામગ્રી સાથે ત્યાં સ્થળ પર જ પહોચ્યા હતા, માલૂમ પડતાં ડિલિવરી કરાવી પડે તેમ હોવાથી EMT અંજલી સાધુ મેડમે ERCP ડોક્ટર ની સૂચનાઓ મુજબ સ્થળ પર નોર્મલ ડિલિવરી કરાવેલી હતી. બિંદાબહેને બાબા ને જન્મ આપ્યો હતો અને માતા બાળક ને જોખમ માંથી ઉગારી અને વાંકાનેરના સરકારી હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં માતા અને બાબા ની તબિયત ખુબ સારી છે અને બિંદા બહેન ના પરીવાર જનો એ 108 અને 108 નાં સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો છે.

