મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે વરસાદી પાણીની સાથે સાથે ભૂગર્ભ ગટરના પાણીની સમસ્યા વધી છે કેટલાક વિસ્તારમાં બે ત્રણ મહીંનાથી પ્રશ્ન છે તો કેટલાક વિસ્તાર 8-9 મહિનાથી પાણી રોડ પર ફરી રહ્યા છે બે દિવસ પહેલા આલાપ પાર્કના લોકો કોંગ્રેસ આગેવાનદ્વારા રોડ રસ્તા મુદે ચક્કાજામ કર્યા બાદ આજે પાલિકા ખાતે કોંગ્રેસ આગેવાનો આવેદન પત્ર લઈને પહોચ્યા હતા અને આલાપ પાર્ક માં ભૂગર્ભ ગટર ના પાણી મુદે રજૂઆત કરી હતી અને વહેલી તકે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણીનો ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી તો આ વિસ્તારમાં ખુલ્લ્લો વોકળો સ્થાનિકો માટે જોખમ રૂપ હોય આ વોકળા પાસે એક શાળા આવેલી છે જેમાં બાળકો પડે તેવી શક્યતા છે જેથી આ વોકળો આર સીસી સ્ટ્રકચર કરી બુરવામાં આવે તેમજ તેના પર જેમ અન્ય સ્થળે દબાણ ખડકાય છે તેવા દબાણ ન થાય તેવી તકેદારી રાખવા રજૂઆત કરી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પ રાજ સિહે રજૂઆત કરી હતી કે જો એક સપ્તાહમાં આ વિસ્તારમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ નહી આવે તેમજ અન્ય સોસાયટીમાં જે પાના પાણીનો પ્રશ્ન છે તે નહી ઉકેલાય તો પાલિકા કચેરી અને કલેકટર કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે


