HomeGujaratમોરબી જિલ્લાના 350 ગામમાં થશે 3.50 લાખ વૃક્ષોનું વાવેતર, 28 હજાર રોપાની...

મોરબી જિલ્લાના 350 ગામમાં થશે 3.50 લાખ વૃક્ષોનું વાવેતર, 28 હજાર રોપાની વાવણી થઇ 

લોક ભાગીદારીથી ગામ દીઠ 1000 વૃક્ષો નું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો. 

મોરબી જિલ્લો ભૌગોલિક રીતે રણ અને દરિયાઈ વિસ્તાર નજીક હોય તેમજ જંગલનું પ્રમાણ ખુબ ઓછું હોવાથી જિલ્લામાં ગ્રીન બેલ્ટ ખુબ ઓછું હોય, આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર મોટા પ્રમાણમાં હોવાથી તાપમાન ખુબ ઉચું રહે છે. ત્યારે  જિલ્લામાં વધતી ગરમી અને પ્રદુષણનૂ સ્તર ઘટાડવામાં વૃક્ષો સૌથી વધુ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ વર્ષે  લોક ભાગીદારી થી વૃક્ષારોપણ કરાવવા અલગ અલગ પહેલ કરી છે. જેને લઇ સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ,તેમજ જિલ્લા પંચાયત તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ખાલી જમીન, રોડની બન્ને સાઈડ વાડી વિસ્તારમાં શેઢામાં ખુલ્લા પ્લોટ  અને સાર્વજનિક જગ્યાઓમાં  જ્યાં પણ વૃક્ષનો ઉછેર થઇ શકે, તેવા  સ્થળે વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના દરેક ગામમાં આ ચોમાસા દરમિયાન 1000 વૃક્ષોનું વાવેતર કરવા ગામ લોકો જ જન ભાગીદારી થી વૃક્ષોના જતનની જવાબદારી સોપવામાં આવી રહી છે અને આ પહેલની શરુઆત મોરબી જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે વૃક્ષારોપણ થી કરવામાં આવી હતી છેલ્લા એક મહિના દરમિયાન મોટાભાગના ગામમાં આ વૃક્ષારોપણ કામગીરી શરુ થઇ ગઈ છે. હાલ ચોમાસું સંપૂર્ણ રીતે જામી ગયું છે અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ઠેર ઠેર વૃક્ષારોપણ થઇ રહ્યું છે. આજ દિન સુધીમાં મોરબી જિલ્લામાં લગભગ 28,883 વૃક્ષોનું વાવેતર થઇ ચુક્યું છે અને આગામી દિવસોમાં પણ ઝડપથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

સૌથી વધુ હળવદ તાલુકામાં 12,451 વૃક્ષનું થયું વાવેતર 

મોરબી જિલ્લામાં વૃક્ષોના વાવેતરની ઝુંબેશ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. જેમાં સૌથી વધુ કામગીરી હળવદ તાલુકામાં થઇ છે. હળવદમાં આજ દિન સુધીમાં 12,451 માળિયા મિયાણા તાલુકામાં 4624 વાંકાનેરમાં 7398 વૃક્ષો, ટંકારામાં 1740 વૃક્ષો નું વાવેતર થયું છે જોકે મોરબી તાલુકામાં આજ દિન સુધીમાં સૌથી ઓછા 665 વૃક્ષ નું વાવેતર થયું છે. ચોમાસા દરમિયાન હોશે હોશે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેર ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવતા હોય છે. ફોટો સોશ્યલ મીડિયામાં મૂકી જવાબદારી પૂર્ણ કરવાનો રાજીપો વ્યક્ત કરતા અધિકારી પદાધિકારી અને આગેવાનોએ આ વૃક્ષના જતનની પણ તેટલી કાળજી રાખે તે જરૂરી છે. જિલ્લામાં વૃક્ષોનું જતન ખુબ જરૂરી હોય માત્ર તસ્વીર ખેચી ભુલાઈ જશે તો આ ખરેખર આ વૃક્ષનો વિકાસ અટકી જશે, જેથી લોકો વાવેતર સાથે સથે તેના જતનની પણ જવાબદારી નીભાવે તે જરૂરી છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW