HomeGujaratમોરબીમાં લોકોએ અષાઢી બીજનું મૃહુતું સાચવ્યું 912 નવા વાહનો ખરીદા

મોરબીમાં લોકોએ અષાઢી બીજનું મૃહુતું સાચવ્યું 912 નવા વાહનો ખરીદા

એક સપ્તાહ પહેલા બુકિંગ કરાવ્યા બાદ ડિલિવરી મેળવી, નવા વ્યવસાય ની પણ શરૂઆત કરી.

અષાઢી બીજનો પાવન અવસર નવા ધંધા રોજગાર શરુ કરવા તેમજ વાહન અને જરૂરી ચીજ વસ્તુઓ ની ખરીદી અને નવા ઘરમાં ગૃહ પ્રવેશ સહિતના શુંભ કામ માટે પવિત્ર માનવામાં આવે છે અને બીજના શુભ મુહૂર્તમાં લોકો કામ કરે છે ત્યારે મોરબી જિલ્લા પણ એક દિવસમાં લગભગ 912 જેટલા નવા વાહનો રોડ પર ઉતર્યા છે આં ઉપરાંત લોકોએ ગૃહ પ્રવેશ અને ધંધા વ્યવસાયની પણ શુભ શરૂઆત કરી હતી.

હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્તમાં નવા ધંધા વ્યવસાય શરૂ કરવા તેમજ નવા વાહન અને ચીજ વસ્તુઓની ખરીદી કરી શુકન સાચવતા હોય છે. આવા અલગ અલગ શુભ મુહૂર્તમાં અષાઢી બીજના પણ શુભ મુહૂર્તમાં લોકોએ મન મુકીને ખરીદી કરી હતી.મોરબી જિલ્લામાં અષાઢી બીજ નિમિતે લોકોએ દાગીના, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ  ઘર વખરી સામાન થી લઇ નવા વાહનની ડિલિવરી મેળવી તો કેટલાય વેપારીઓએ આજે ધંધાની શુભ  શરૂઆત કરી હતી મુહૂર્ત સાચવ્યું હતું.  મોરબી જિલ્લામાં  ગયા સપ્તાહ દરમીયાન 196  જેટલી મોટર વાહન, 587ટુવ્હીલ ,33 ઓટો રિક્ષા ,18 ટ્રેકટર ,58 જેટલા માલ વાહન સહિત કુલ 912 બુક થયા હતા, જેમાંથી આજે અનેક વાહન ચાલકોએ ડિલિવરી મેળવી હતી આજે એ તમામ રોડ પર ઉતર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW