Thursday, July 4, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં પોલીસ આયોજિત લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હળવદ માર્કેટિંગ યાર્ડમાં પોલીસ આયોજિત લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના નવા ત્રણ ફોજદારી કાયદાની આજથી અમલવારી

ભારત સરકારના નવા કાયદાની અમલવારી આજથી થઈ ગઈ છે ત્યારે આ કાયદાની જાગૃતિ માટે હળવદ પોલીસ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સામાજિક સંસ્થાના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો તેમજ યુવાનો હાજર રહી નવા કાયદાની જાણકારી મેળવી હતી.

ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,ભારતીય સાક્ષ્ય અધિનિયમ.2023 કાયદાની અમલીકરણ આજથી થયુ છે ત્યારે આ કાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હળવદ કોર્ટના સરકારી વકીલ જે.પી મારવાણીયાએ સરળ ભાષામાં કાયદા વિશે જાણકારી આપી હતી તો સાથે વકીલ જયદીપભાઈ સોનગ્રાએ પણ ખૂબ જ ઝિંણવટથી કાયદાની માહિતી આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં હળવદ પીઆઈ આર.ટી વ્યાસે યુવાનોને ખાસ કાયદાકીય પ્રશ્નોત્તરી કરી હતી આ નવા કાયદાની લોક જાગૃતિ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પુર્વ એપીએમસી ચેરમેન રણછોડભાઈ પટેલ, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ, હળવદ ભાજપ પ્રમુખ મનસુખભાઈ, વલ્લભભાઈ પટેલ, મનસુખભાઇ,હળવદ પીએસઆઈ કેતનભાઈ અંબારીયા,સામાજિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો, વકીલો, યુવાનો અને મોટી સંખ્યામાં જનતાએ હાજર રહીને કાર્યક્રમ વિશે જાણકારી મેળવી હતી.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW