Thursday, July 4, 2024
HomeGujaratમોરબી જિલ્લાના CDHO પદાધિકારી સાથે સંકલન ન રાખતા હોય પ્રમુખે સરકાર...

મોરબી જિલ્લાના CDHO પદાધિકારી સાથે સંકલન ન રાખતા હોય પ્રમુખે સરકાર હવાલે કરવા ઠરાવ મુક્યો

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા ન હોય તેવી ફરિયાદ આજે જિલ્લા પંચાયતના સદસ્યોથી લઇ ખુદ ઉપ પ્રમુખ અને ધારાસભ્ય સહિતના દ્વારા કરવામાં આવી હતી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તો આ મુદે આકરા થઇ ગયા હતા અને વિવિધ શાખાના અધિકારીઓને તો ઉધડો લઇ લીધો હતો અને જણાવ્યું હતું કે તમને લોકોને પ્રજાના ટેક્સના રૂપિયાનો પગાર મળે છે અને તમારે નાના માણસોની કામગીરી કરવાની રહે છે તમે જો અમારા જેવા જન પ્રતિનિધિઓને ગાંઠતા નથી તો સામાન્ય માણસોના શું કામ થતા હશે તેવા પણ આક્ષેપ કર્યા હતા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારિયા દ્વારા પ્રવેશોત્સવ સમયે જન પ્રતિનિધિ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા તેઓને આમંત્રણ ન આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો જીલ્લા પંચાયત સિંચાઈ શાખા ચેરમેન અજયભાઈએ માર્ગ મકાન વિભાગ દ્વારા પણ લાંબા સમયથી નબળું કામ કરનાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવા સુચના આપવા છતાં કોઈ એક્શન ન લેવાયા હોવાના આક્ષેપ કરાયા હતા તો કોંગ્રેસ સદસ્ય ભુપતભાઈ ગોધાણી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગામતળ બાબતે ડીડીઓ દ્વારા આપેલ આદેશનું તાલુકા કક્ષાએથી અમલવારી ન થતી હોવાના દાવા કરવામાં આવ્યા હતા

અધિકારીઓની આ પ્રકારની ફરિયાદ વચ્ચે આજે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તેના અધ્યક્ષ સ્થાને થી મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી ડો કવિતા દવેની સેવા મોરબી જિલ્લા પંચાયતમાં પૂર્ણ કરી સરકારને સોપવા બહુમતીથી ઠરાવ પાસ કરાવ્યો હતો જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના પદાધિકારીઓ પ્રમુખ ઉપ પ્રમુખ કે પ્રતિનિધિ સાથે કોઈ પણ પ્રકારનું સંકલન કર્યા વિના કામગીરી કરતા હોય જેના કારણે પ્રજાને પુરતી સુવિધા ન પહોચતી હોવાનો અને પ્રજામાં પ્રતિનિધિ પ્રત્યે નકરાત્મક સંદેશ જતા હોવાનો દાવો કર્યો હતો

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW