Tuesday, July 2, 2024
HomeGujaratમોરબીમાં સ્વામિનારાયણ મંદિર પાસે મચ્છુ નદીના પ્રાંગણમાં બનાવેલી દીવાલ તોડી પાડવા તંત્રની...

મોરબીમાં સ્વામિનારાયણ મંદિર પાસે મચ્છુ નદીના પ્રાંગણમાં બનાવેલી દીવાલ તોડી પાડવા તંત્રની નોટીસ

Advertisement

મોરબીમાં આવેલ મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે દીવાલ બાંધકામ મુદે મોરબી નગરપાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી અને બે દિવસમાં તમામ બાંધકામ દુર કરવા આદેશ આપ્યો છે અને જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું જાણવા મળ્યું છે.આ ગેરકાયદેસર રીતે મંદિરના બાંધકામ ને લઇ મોરબીના જાગૃત લોકોએ ફરિયાદ કરતા જિલ્લા કલેકટર સહિતના કર્મચારીઓ દોડતા થયા હતા અને તપાસના આદેશ આપવામાં આવતા મોરબી નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ બનતા મોરબી પાલિકા દ્વારા નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. તેમ છતાં પણ બાંધકામ દૂર થયું નથી.આમ ફરી તંત્રએ સ્વામિનારાયણ મંદિરનું ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં હટાવવા ફરી નોટિસ ફટકારી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,992FollowersFollow
1,890SubscribersSubscribe

TRENDING NOW