Sunday, June 30, 2024
HomeGujaratમોરબીની યુવતીએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબીની યુવતીએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું

Advertisement

મોરબીમાં ગત તારીખ:-23/06/2024 જૂનના રોજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં મોરબીની વૈશાલી ગોપાલભાઈ પરમારે 1st રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.અગાઉ પણ વૈશાલીબેને રાજકોટ ખાતે યોજાયેલ કોમ્પિટિશનમાં ડેડલિફ્ટિંગમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

મોરબીના નવલખી રોડ પર બોડાસર વાડી વિસ્તારમાં રહેતી વૈશાલી પરમારે સુરત ખાતે યોજાયેલી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણે ડેડલિફ્ટિંગમાં 92.5 KG, બેન્ચ પ્રેસમાં 40 KG અને સ્કવોટમાં 70 KG વજન ઉપાડીને પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. વૈશાલી પરમાર ફિઝિયોફીટ જીમમાંથી તાલીમ મેળવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,749FollowersFollow
1,760SubscribersSubscribe

TRENDING NOW