HomeGujaratહળવદના શકિતગઢમાં વીજળી ત્રાટકતા યુવાનનું મોત

હળવદના શકિતગઢમાં વીજળી ત્રાટકતા યુવાનનું મોત

હળવદ : હળવદના શક્તિગઢ ગામે વીજળી પડતા એક યુવાનનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ ચિત્રોડી ગામે પણ વીજળી પડતા એક ભેંસનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જોગવડ ગ્રામ પંચાયત હેઠળ આવતા શક્તિગઢ ગામે ત્રિભોવનભાઈ પોપટભાઈની વાડીએ પાવાગઢના અનિલભાઈ અર્જુનભાઇ નાયક ઉ.વ.22 7થી 8 દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે પત્ની સાથે આવ્યા હતા. તેને દશેક દિવસ પૂર્વે જ પ્રેમ લગ્ન કર્યા હતા. આજે સાંજે વીજળી પડતા તેઓનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા એક બનાવમાં ચિત્રોડી ગામે છનાભાઈ જેસિંગભાઈની વાડીએ વીજળી પડતા એક ભેંસનું મોત નીપજ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW