Tuesday, July 2, 2024
HomeGujaratલક્ષ્મીનગરની પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણીની બોટલની ભેટ અપાઈ

લક્ષ્મીનગરની પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણીની બોટલની ભેટ અપાઈ

Advertisement

શિવધુન મંડળ રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસે વાળા દ્વારા લક્ષ્મીનગર મુકામે પ્રજ્ઞાચક્ષુઓને 120 નંગ એક લિટરની ઠંડા પાણીની બોટલ આશરે 51000 રૂપિયા ની ભેટ આપવામાં આવેલ છે. પ્રજ્ઞાચક્ષુઓ ને કામ પર લાઇજવા ઠંડુપાણી આ બોટેલ માં રહે ને કામ કરી ને ઠંડુ પાણી પી શકે તે હેતુ થી શિવ મંડળ દ્વારા બોટેલ નું વિતરણ લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર માં અંધજનો ને કરવા માં આવ્યું. તેમજ શિવધુન મંડળ પરિવાર દ્વારા અન્ય સેવાકીય કાર્ય કરવામાં આવે છે.જેવા કે આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી રેગ્યુલર કરવામાં આવે છે.પ્રભાત ફેરી મા એકત્રીત થતું અનુદાન તેજ દિવસે જુદી જુદી ગૌશાળા માં ગાયોને ઘાસચારો પહોંચાડી દેવામાં આવવે છે. તેમજ એકત્રીત થતું અનાજ દરોજ પક્ષીઓને સવાર સાંજ 20 થી 25 કિલો ચણ નાખવામાં આવે છે.
આજ મંડળ દ્વારા સરકારી હોસ્પિટલ માં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 15 થી 20 દિવસ કાટલાવાળા લાડવા પ્રસાદ રૂપે છેલ્લા 5 વર્ષથી પહોંચાડવામાં આવે છે. પ્રજ્ઞાચકસુ ભાઈઓને લક્ષમીનગર મુકામે રાશન કીટ જરૂરિયાત મુજબ પહોંચતી કરવામાં આવે છે.
તેમજ શોભેશ્વર રોડ અનાથ આશ્રમ તેમજ વૃધા આશ્રમ બને જગ્યાએ જરૂરી રાશન કીટ મોકલવામાં આવે છે તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ (દવાઓ)આપવામાં આવે છે.તેમજ રવાપર ઘુંનડા રોડ ઉપર ઝૂંપડ પટીમાં જઇ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. આ શિવધુન મંડળ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW