Sunday, June 30, 2024
HomeGujaratહળવદમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરનાર 51 લોકો સામે...

હળવદમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરનાર 51 લોકો સામે ફરિયાદ

Advertisement

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા અલગ અલગ જૂથ યોજના થકી પાણીની લાઈન પાથરવામાં આવી છે અને તેના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે જોકે આ લાઈનમાં અલગ અલગ સ્થળોએ ભંગાણ કરી તેમાંથી ગેરકાયદે કનેક્શન લઈ પાણીની ચોરી કરવામાં આવતા છેવાડાના ગામમાં પીવાનું પાણી પુરતું ન મળતા હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ પાણી પુરવઠા વિભાગ તેમજ અલગ અલગ એજન્સી કે જેમને પાણી પાઈપલાઈન મેનટ્સ કોન્ટ્રાકત આપવામાં આવ્યો છે તેઓ દ્વારા અલગ અલગ સ્થળે પાણીની લાઈનમાં ચકાસણી શરુ કરી હતી હળવદથી દેવળીયા થઈ સુરવદર ગામ વિસ્તાર તથા હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં તેમજ ખેતાવાવથી મિયાણી ગામ થઈ જોગડ અને નવા ઘાટીલા વચ્ચેના ગામ વિસ્તારમાં જેમાં પોલીમર ફેક્ટરી સાબુ બનાવતી ફેક્ટરી ઉપરાંત વાડી વિસ્તાર ચોરી થયાનું સામે કોન્ટ્રાકરો દ્વારા પોલીસ ફરિયાદ નોધવાની તજવીજ આપી હતી
પ્રથમ ફરિયાદ મનસુખભાઈ છગનભાઈ મારૂ દ્વારા કરવામાં આવી છે જેમાં તેઓએ

આ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા એન.સી.ડી-૪ ના ગૃપ ૯,૧૦,૧૧ જુથ યોજનાના હળવદ તાલુકાના
૨૪ ગામ અને બે પરામાં પીવાના પાણીનુ વિતરણ અને મરામતની નિભાવવાની કામગીરી મારૂ કન્ટ્રકસન દ્રારા કરવામાં આવતી
હોય આ યોજનામાં હળવદથી વેગડવાવ તથા હળવદથી દેવળીયા થઈ સુરવદર સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનમાં
અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મીલકતને નુકશાન કરી પાણીની ચોરી કરવા માટે પવનસુત પોલીમસ હળવદ ના કબ્જેદાર તથા નં (૨) નસીબભાઈ સુરેશભાઈ નાડીયા (૩) ખીમાભાઈ બચુભાઈ નાડીયા (૪)
કૈલાસ મારવાડી જી.ઈ.બી.કોન્ટ્રાક્ટર (૫) માવજી કાનજી પ્રજાપતી (૬) કિશોરભાઈ રોહીત (૭) ચતુરભાઈ મહારાજ (૮) કાનાભાઈ
શીવાભાઈ દેવીપુજક (૯) ધારાભાઈ મોહનભાઈ જબાડીયા (૧૦) કેશુભાઈ શંભુભાઈ દેવીપુજક (૧૧) રવાભાઈ કેશુભાઈ દેવીપુજક
(૧૨) રમાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૩) હિરાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૪) મૈયલાભાઈ ધારાભાઈ દેવીપુજક (૧૫) જલાભાઈ
ભરવાડ (૧૬) મુકેશભાઈ ભરવાડ (૧૭) અનિલભાઈ બચુભાઈ મકવાણા (૧૮) રમેશભાઈ કાનજીભાઈ ઠાકોર (૧૯) પુનમભાઈ
દેવાભાઈ નાડીયા (૨૦) શીવાભાઈ મણીભાઈ મકવાણા (૨૧) જીતુભાઈ રામજીભાઈ નાડીયા (૨૨) અરવિંદભાઈ ભગુભાઈ નાડીયા
(૨૩) દિનેશભાઈ ભગુભાઈ નાડીયા (૨૪) દિલીપ ભગા ઠાકોર (૨૫) સંજયભાઈ ગોરધનભાઈ (૨૬) સાંદિપની હોસ્ટેલ તથા
સાંદિપની સ્કુલના કબ્જેદાર (૨૭) એન્ટ્રેલીયા કંપનીના કબ્જેદાર (૨૮) બેસ્ટ એગ્રો હળવદ ના કબ્જેદાર (૨૯) એવરેસ્ટ પ્રોટીન
હળવદ હાઈવેના કબ્જેદાર (૩૦) સલીમા એક્ટપોટના કબ્જેદાર (૩૧) જય વડવાળા ફાર્મ (૩૨) નરેશભાઈ નટવરભાઈ હળવદ
હાઈવે વાડી (૩૩) ભાવેશભાઈ મોહનભાઈ વાડી(૩૪) બાજુભાઈ જેસીગભાઈ (૩૫) રાજુભાઈ સિંધભાઈ દેવીપુજક (૩૬) ભનાભાઈ
સિંધાભાઈ દેવીપુજક (૩૭) વશરામભાઈ સિંધાભાઈ (૩૮) સિધાભાઈ જેસીગભાઈ દેવીપુજક (૩૯) સિધાભાઈ મલ્લાભાઈ
દેવીપુજક સામે ફરિયાદ નોધાવી હતી
આ ઉપરાંત બીજા એક કોન્ટ્રાકટર વિપુલભાઈ શામજીભાઈ વેકરીયા નોધાવેલ ફરિયાદ મુજબ સ્ટ્રલીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા બ્રાહ્મણી-૨ ડેમ એન.સી.ડી-૪ સુધારણા અન્વયે હળવદ વિસ્તારના બ્રાહ્મણી-૨ ડેમ વિસ્તારમાં આવતા ગામડાઓમાં પીવાના પાણીનુ વિતરણ અને મરામતની નિભાવણીનુ સ્ટ્રલીગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સી દ્રારા કરવામાં આવતી હોય સદર યોજનામાં ખેતાવાવથી મિયાણી ગામ થઈ જોગડઅને નવા ઘાટીલા જતી સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ભંગાણ કરતા પ્રવિણભાઈ બાવરવા સાબુની ફેક્ટરી ગામ-ઘનશ્યામગઢ તથા નં (૨) પ્રવિણભાઈ ત્રિકમભાઈની વાડી ગામ-અજીતગઢ (૩) હિરણભાઈ રબારીની વાડીએ ગામ-ખોડ (૪) હરેશભાઈ દિલુભાઈ કુરીયા ગામ-મિયાણી (૫) વિપુલભાઈ રણછોડભાઈ રંભાણી ગામ-મિયાણી (૬) બાબુભાઈ ગણેશભાઈ પટેલ લીબુનો બગીચો ગામ-અજીતગઢ (૭) ભિખાભાઈ મનજીભાઈ પટેલ વાડી ગામ-અજીતગઢ (૮) નારણભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-જુના અમરાપર (૯) સંધાભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ- મિયાણી (૧૦) નાથાભાઈ આહીરની વાડી ગામ-મિયાણી (૧૧) અજયભાઈ ભરવાડ રેતી પ્લાન્ટ ગામ-મિયાણી (૧૨) હિતેશભાઈ પટેલ સિમેન્ટના થાભલાનુ કારખાનુ ગામ-અજીતગઢ (૧૩) ચતુરભાઈ માંડણભાઈ રંભાણી વાડી ગામ-ચાડધ્રા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,749FollowersFollow
1,760SubscribersSubscribe

TRENDING NOW