HomeGujaratમોરબી જિલ્લામાં બોર્ડની પુરક પરીક્ષાઓ શરુ પ્રથમ દિવસે 536 છાત્રો માંથી 89...

મોરબી જિલ્લામાં બોર્ડની પુરક પરીક્ષાઓ શરુ પ્રથમ દિવસે 536 છાત્રો માંથી 89 ગેર હાજર

બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નિષ્ફળ થયેલા  છાત્રો નું વર્ષ ન બગડે તે માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે પુરક પરીક્ષાનું આયોજન કરે છે ત્યારે આં માર્ચ ૨૦૨૪ માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું તેમાંથી એક અથવા બે વિષયમાં નિષ્ફળ થયેલા છાત્રો માટે આજથી પુરક પરીક્ષાની શરુ થઈ છે પ્રથમ દિવસે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પ્રશ્ન પત્ર યોજાયું હતું પ્રથમ દિવસે  પૂરક પરીક્ષામાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને ભૂગોળમાં કુલ 536 જેટલા વિદ્યાર્થીઓ હતા જેમાંથી 89 જેટલાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 12ની શરૂ થયેલ પૂરક પરીક્ષામાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાથી એકંદરે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમાં કુલ 255 વિદ્યાર્થીઓ હતા જેમાંથી 56 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા અને સામાન્ય પ્રવાહમાં ભૂગોળમાં કુલ 24 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં ઉપરાંત વાણિજ્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં કુલ 257 વિદ્યાર્થીઓમાંથી 31 જેટલાં વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW