ભારત રાષ્ટ્રની અખંડતા હેતુ પોતાનું જીવન સમર્પિત કરનાર મહાન દેશભક્ત, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ નિમિત્તે મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સહભાગી થઈ, શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દેશની અખંડિત માટે તેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.આં શ્રદ્ધાંજલિ કાર્યક્ર્મમાં મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા અને મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તથા વિવિધ મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા.

