મોરબીના બેલા ગામમાં પોલીસને બાતમી મળી હતી કે,બેલા ગામમાં રહેતો સાગર દેવજીભાઈ પંચાસરાએ પોલો સર્કલથી આગળ, સ્કોટો સિરામિકની સામે શાકભાજીનો ધંધો કરે છે અને તેની બાજુમાં આવેલ ખરાબામાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો વેચાણ માટે ઉતરાવેલ છે.આ ચોક્કસ માહિતીના આધારે સ્કોટો સિરામિકની સામે રેડ મારતા સિરામિકની સામે ખરાબામાં બાવળની ઝાડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે સાગર દેવજીભાઈ પંચાસરાને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી 8 PM વ્હીસ્કી નંગ-144 ની કુલ કિંમત રૂ.-43,200 , વ્હાઈટ લેક વોડકા નંગ-60 ની કુલ કિંમત રૂ.-18,000 , ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-204 ની કુલ કિંમત રૂ.-61,200 અને શખ્સનો મોબાઈલ ફોન સહીત કુલ કિંમત રૂ.-66,200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને દારૂનો મુદામાલ વસંત કાનજીભાઈ વાણિયા પાટડીના સુરેન્દ્રનગર વાળાએ સપ્લાય કર્યો હતો.આ બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

