હળવદ તાલુકાના ભલગામડા ગામમાં રહેતા અને ખેતી કરતા ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયાના કૌટુંબિક ભાઈ ઈંદ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા તથા યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા સાથે આરોપીઓ દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા(ભરવાડ),
નારણ ઉર્ફે સામંત મશરુભાઈ ધ્રાંગીયા (ભરવાડ) તથા લાખા ડાયાભાઈ ભરવાડ નાઓ સાથે ઘેટા બકરા ચરાવવા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જે બાદ આરોપીઓ નારણભાઈ ઉર્ફે સામંતભાઈ મશરુભાઈ ધ્રાંગીયા, દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા, લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા, બાબુભાઈ સંગ્રામભાઈ, કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા, વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા, પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારાઓએ ગણપત ભાઈ તથા તેના ભાઇઓ સાથે તા. ૧૯/૦૬/૨૦૨૪ ના બપોર ના પોણા ચારેક વાગ્યાના સુમારે બોલાચાલી ઝગડો કરી ગાળો બોલી છુટા પથ્થરો માર્યા હતા આરોપી કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા , દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા સોરીયુ લઈ, વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા લોખંડની પાઈપ લઈ પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારા લાકડી લઈ ઉપરાણુ લઈ ત્યા આવી પ્રવિણભાઈને શરીરનાએને દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયાએ સોરીયુ તથા તેમની પાસેના હથીયારો વડે આડેધડ માર મારી માથામા તથા શરીરે ઈજાઓ કરી ગણપતભાઈ તથા હંસાબેન પચાણભાઈ ભાટીયા તથા સાહેદ કોમલબેન યુવરાજભાઈ ભાટીયા નાઓને લાકડી તથા ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી હતી બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે ફરિયાદ નોધાવી તપાસ હાથ ધરી છે

