રાજકોટનાTRP ગેમઝોન અગ્નિકાંડ ફાયર સહિતના વિભાગના જવાબદારો સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા બાદ હવે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO)મનસુખ સાગઠીયા સામે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ ફરિયાદ નોધાઇ છે. રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. તત્કાલીન TPO પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો.
રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. સાગઠીયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસમાં 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાગઠીયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી છે. સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ એસીબીની તપાસ કરાઈ છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો.
સાગઠીયા ડુપ્લીકેટ મિનિટ્સ બુક કેસમાં હાલ રિમાન્ડ પર છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મનસુખ સાગઠીયા વિરુધ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાગઠીયા વિરુધ્ધ અગ્નિકાંડ મામલે અગાઉ ફરજમાં બેદરકારી સબબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડના બીજા દિવસે ડુપ્લીકેટ મિનિટ્સ બુક તૈયાર કરવા બદલ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડુપ્લીકેટ મિનિટ્સ બુક મામલે સાગઠીયા હાલ રિમાન્ડ ઉપર છે. આ પૂર્વે રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબા વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
સાગઠીયા પાસેથી કરોડોની મિલકત મળી આવતા ચકચાર મચી ગયો છે.

