HomeGujaratગઈકાલે મોરબીના નાની વાવડી ગામમાં ઉમા કળશ પૂજન અને મહાઆરતી યોજાઈ હતી

ગઈકાલે મોરબીના નાની વાવડી ગામમાં ઉમા કળશ પૂજન અને મહાઆરતી યોજાઈ હતી

મોરબીના નાની વાવડી ગામે બહુચરા માતાજીના મંદિરે તારીખ 16 જૂન ને રવિવારના રોજ ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ચાલતી પ્રવુતિમાં ઉમા કળશ પૂજન અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા આયોજિત કળશ યોજનામાં પ્રત્યેક પરિવારો ભાવથી જોડાય તેવા આશયથી મોરબી જિલ્લા ઉમિયા મહિલા સંગઠન સમિતિ તેમજ ઉમિયા સંગઠન સમિતિ- મોરબી તથા સમસ્ત નાની વાવડી ગામના પાટીદાર પરિવાર દ્વારા કળશ પૂજન અને મહાઆરતીનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ તારીખ 16 જૂન ને રવિવારના રોજ રાત્રે 8 થી 11 કલાક દરમિયાન યોજાયો હતો. આ કાર્યક્રમમાં જે પરિવારજનોએ ઘરે ઉમા કળશનું સ્થાપન અને પૂજન કર્યું હતું. સાથે અન્ય પરિવારવજનોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌએ સાથે મળીને માતાજીની મહાઆરતી કરી હતી. આ કાર્યક્રમમાં મહિલા સંગઠન સૌરાષ્ટ્રના અધ્યક્ષ સરોજબેન મારડિયા, સંગઠન સમિતિ સિદસરના કે.એમ. ભુવા, મોરબી જિલ્લા પ્રમુખ ડો. પ્રો. નયનાબેન ભાલોડીયા, ઉપ્રમુખ કંચનબેન કાનાણી, મંત્રી રીનાબેન ભાલોડીયા અને મોરબી તાલુકા પ્રમુખ હંસાબેન રંગપરિયા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW