Thursday, July 4, 2024
HomeGujaratમોરબીની ૫૦૦થી વધુ શાળાઓમાં શિક્ષણ વિભાગે રવિવારે ફાયર સેફટી અંગે તપાસ હાથ...

મોરબીની ૫૦૦થી વધુ શાળાઓમાં શિક્ષણ વિભાગે રવિવારે ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરી 

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ટીમ બનાવી તપાસ કરી 

રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ રાજ્યભરમાં સરકાર દ્વારા તમામ વિભાગોને તેના હસ્તકમાં આવતી ખાનગી મિલકતોની ચકાસણી કરવા આદેશ કરાયા હતા મોરબીમાં પાલિકા ફાયર વિભાગ મામલતદાર સહિતની અલગ અલગ ટીમો દ્વારા ગેમ ઝોન શોપિંગ મોલ થીયેટર કોમર્શીયલ કોમ્પ્લેક્ષ સહિતની અલગ અલગ મિલકતોની ચકાસણી કરી હતી અને તેમાં ફાયર સાધનો તેમજ એનઓસી ન લેનાર મિલકત ધારકો સામે એક્શન પણ લેવામાં આવ્યા હતા જોકે શાળાઓમાં વેકેશન ચાલતું હોવાના કારણે શાળાઓની ચકાસણી કામગીરી બાકી હતી જોકે વેકેશન પૂર્ણ થઇ જતા  રાજ્યના શિક્ષણ વિભાગે ફરી તમામ શાળાઓમા ફાયર સેફટીના સાધનો અને એનઓસીની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપતા આજે રવિવારે રજાના દિવસે પણ મોરબીમાં 100થી વધુ ટીમોએ એક એક શાળાની જાત તપાસ કરી હતી જે સાંજ સુધી ચાલશે.

રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર સાબદુ થયુ છે. ખાસ કરીને રાજ્યની શાળાઓમાં પણ ફાયર સેફ્ટી અંગે કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. તેવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીને લઇ આદેશ આપતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અલગ અલગ 100થી વધુ ટીમોને ફાયર સેફટી ચકાસણી માટે મેદાનમાં ઉતારી હતી જોકે મોટાભાગની શાળાઓમાં અગાઉ પણ ફાયર સેફટી બાબતે ચકાસણી કામગીરી હાથ ધધરાઈ હોવાથી હાલ મોટા ભાગની શાળાઓમાં ફાયર સાધનોની રીફીલીંગ તેમજ તેની ચકાસણી ટેસ્ટીંગ ઉપરાંત ફાયર એન ઓસી સહિતના બાબતની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું શિક્ષણ વિભાગ માંથી જાણવા મળ્યું છે  મોરબી જિલ્લામાં કુલ 500થી વધુ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે ત્યારે પ્રાથમિક વિભાગમાં 80 અને માધ્યમિક વિભાગમાં 23 જેટલી ટીમો ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીની ચકાસણી માટે મેદાનમાં ઉતરી છે અને સાંજ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ 17 જુને સરકારને રિપોર્ટ મોકલવાનો હોવાથી તંત્ર દ્વારા રવિવારે પણ આ કામગીરી ચાલુ રાખી હતી 

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW