મોરબીના શનાળાગામ ઇન્દિરા આવાસ નવા પ્લોટમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોંલકીના ઘર પાસે બેસેલ હોય ત્યારે આરોપી મયુરભાઇ ખીમજીભાઇ સોલંકી એ બાબુભાઈના ઘર પાસે આવી તેને કહેવા લાગેલ કે તમારા ઘર પાસેનુ કુતરૂ તે મારી પાછળ ભસવા દોડે છે તમે ધ્યાન રાખજો હવે કુતરૂ મારી પાછળ દોડવુ ન જોઇએ. જેથી બાબુભાઈએ કહેલ કે આ અમારૂ કુતરૂ નથી શેરીનુ કુતરૂ છે તેમ કહેતા આ કામનો આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ કહેવા લાગેલ કે જો કુતરૂ સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહિતર હું ઘર ખાલી કરાવી દઇશ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે બાબુભાઈએ તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

