HomeGujaratબાગાયત ખાતાની યોજનાની સહાય માટે અરજદારને ૩૦ જૂન સુધીમાં ડોક્યુમેન્ટ બાગાયત કચેરીએ...

બાગાયત ખાતાની યોજનાની સહાય માટે અરજદારને ૩૦ જૂન સુધીમાં ડોક્યુમેન્ટ બાગાયત કચેરીએ રજૂ કરવા સુચના

ચાલુ નાંણાકીય વર્ષ 2024-25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો યોજનાઓ હેઠળની સહાયથી વંચિત રહી ન જાય તેવા હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે બાગાયતદાર ખેડૂતોને જરૂરી સાધનિક કાગળો જોડવા માટે જણાવવામાં આવ્યું છે.

બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો ૩૦/૬/૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચૂક રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સમય મર્યાદા બહાર આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહી જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.                

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW