મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવતી જીજે 3 NB 4708 નંબરની ઈનોવાકાર ને અટકાવી હતી. અને તેની તલાસી લેતા તેમાંથી રૂ 1,07,600 ની કીમતનો 10.76 ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું જે બાદ પોલીસે કારમાં સવારે બન્ને યુવકની અટકાયત કરી પૂછ પરછ કરતા તેઓ મોરબીના નામ વિપુલ ધનજી ફૂલતરીયા તેમજ તરુણ ધનજી ફૂલતરિયા હોવાનુ જણાવ્યું હતું પોલીસની પૂછ પરછમાં બન્ને ભાઈઓ મોરબી ના ચિત્રકૂટ સોસાયટી માં રહેતા હોય અને ટાઈલ્સ ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું હતું પોલીસે બંન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એન ડી પીએસ એકટ હેઠળ ગુન્હો નોધી તેમની પાસે રહેલ ઈનોવા કાર 5 મોબાઈલ અને રોકડ સહીત રૂ 12,57,600 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

