HomeGujaratમોરબીનાં મચ્છુ ૨ ડેમમાં સગીર ડૂબ્યો, બે કલાક બાદ ફાયર વિભાગે મૃતદેહ...

મોરબીનાં મચ્છુ ૨ ડેમમાં સગીર ડૂબ્યો, બે કલાક બાદ ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

મોરબી ના રફાળેશ્વર નજીક આવેલ તળાવ માંથી એક યુવકના મૃતદેહ મળવાની ઘટનાને હજુ૨૪ કલાક નથી થયા ત્યાં મચ્છુ ૨ ડેમમાંથી સગીર વયના બાળકના ડૂબવાની  ઘટના સામે આવી હતી આં અંગેની જાણ થતાં સ્થાનિક તરવૈયા તેમજ મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બે કલાક સુધી પાણીમાં ડૂબકી લગાવી મૃતદેહ મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી સગીરનું અકસ્માતે મોત થયું કે આપઘાત તે અંગે તપાસ હાથ ધરી હતી 

બનાવની મળતી માહિતી મુજબ મોરબી ફાયર વિભાગની ટીમને બપોરે બે વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે એક બાળક મચ્છુ ૨ડેમમાં ડૂબી ગયો હોય અને સ્થાનિક તરવૈયા તેની શોધખોળ કરી રહ્યા હોય કોલ આધારે મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમણે પણ મૃતદેહ શોધવા પ્રયાસ કર્યો હતો અને બે કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો અને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી તેની ઓળખ મેળવવા પ્રયાસ કરતા મૃતકનું નામ દેવરાજભાઈ નરેન્દ્રભાઇ હોવાનું જાણવા મળ્યું હતું જોકે સગીર ના મોતનું કારણ અકસ્માત છે કે આપઘાત તે અંગે તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW