લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું ગુજરાત રાજ્યની 26 બેઠકમાં મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂરું થઇ ગયું છે કાળઝાળ ગરમીના કારણે આ વર્ષે મતદાનની ટકાવારીમાં ઘટાડો આવ્યો છે. રાજ્યની 26 લોકસભા બેઠકમાં કુલ 59 .51 ટકા મતદાન નોધાયું છે.
સૌરાષ્ટ્ર કચ્છની સૌથી ચર્ચાસ્પદ એવી રાજકોટ બેઠક પર 42 ડીગ્રી ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા હતા તેમ છતાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન ૩.83 ટકા ઓછું નોધાયું છે. રાજકોટ બેઠકમાં આ વખતે 59.60 ટકા મતદાન થયું છે સંખ્યા મુજબ જોઈએ તો આ બેઠકમાં રાજકોટ લોકસભા બેઠકના સાત વિધાનસભા વિસ્તારમાં કુલ 21,12,273 મતદાર નોંધાયા છે. જેમાં 10,93,626 પુરુષ મતદાર,10,18,611 સ્ત્રી મતદાર અને અન્ય 36 મતદાર નોધાયા હતા જેમાંથી 7,04,504 પુરુષ, 5,54,394 સ્ત્રી અને 7 અન્ય મળી કુલ 12,58,905 મતદારએ મતદાન કર્યું હતું. રાજકોટ સંસદીય વિસ્તારમાં આવતી 7 વિધાન્સહ્ભ સીટમાં મતદાનની ટકાવારી જોઈએ તો સૌથી વધુ મતદાન મોરબી જિલ્લાની ટંકારા પડધરી વિધાનસભામાં થયું છે જ્યાં 65.88 ટકા મતદાન થયું હતું તો વાંકાનેરમાં 64 .67 ટકા,રાજકોટ પૂર્વમાં 57.67 ટકા રાજકોટ પશ્વિમ 57 .84 ટકા રાજકોટ દક્ષિણમાં 57 .80 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 58.58 ટકા જયારે સૌથી ઓછું જસદણ બેઠકમાં 55 .79 ટકા મતદાન નોધાયું છે
ગત લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકનું મતદાન જોઈએ તો 2019માં 63 ટકા મતદાન સાથે 11,95,759 મતદારોએ મતદાન કર્યું હતું .અને પરિણામ જાહેર થયું ત્યારે આ 11,95,759 મતમાંથી 7 58 645 મતદારોએ ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાને મત આપ્યો હતો તો તો કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના ખાતામાં માત્ર 3,90,238 મત જ મળ્યા હતા ટકાવારી મુજબ થયેલા મતદાનના 63 .42 ટકા મત ભાજપ અને 32.62 ટકા મત કોંગ્રેસ ઉમેદવારને મળ્યા હતા
આ પ્રકારે 2014ના મતદાન વાત કરીએ તો તે વખત રાજકોટ બેઠકમાં ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા અને કોંગ્રેસ ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા વચ્ચે જંગ જામ્યો હતો એ તે વર્ષમાં 64 ટકા મતદાન થયું હતું અને 9,96,620 મતદારોએ તેના મતાધિકારનો પ્ર્યો કર્યો હતો અને તે વખતે 621 524 પુરુષ મતદારો તેમજ 375 096 મતદારોએ તેના મતનો પ્રયોગ કર્યો હતો 2014માં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા 2,46,428ની લીડ સાથે વિજેતા બન્યા હતા તો 2009માં થયેલા મતદાન વખતે ભાજપ ઉમેદવારને 2 82 818 મત મળ્યા હતા તો કોગ્રેસ ઉમેદવાર કુંવરજી બાવળિયાને 3 07 553 મત મળ્યા હતા ને કુંવરજીભાઈ બાવળિયા 24735 મત સાથે વિજેતા બન્યા હતા


