HomeGujaratસૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકના ઉમેદવારો પાસે જાણો કેટલી છે સંપતિ

સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકના ઉમેદવારો પાસે જાણો કેટલી છે સંપતિ

સૌરાષ્ટ્ર કચ્છ લોકસભા બેઠકમાં કુલ આઠ બેઠકો આવેલી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ની કુંડળીની જો વાત કરીએ તો આ આઠેય બેઠક પર કોંગ્રેસે તમામ ઉમેદવારોને પ્રથમ વખત મોકો આપ્યો છે જ્યારે ભાજપ દ્વારા ત્રણ બેઠક પર ત્રણ ત્રણ વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જ્યારે પાંચ બેઠક પર પ્રથમ વખત ઉમેદવારોને મેદાને ઉતર્યા છે

સૌરાષ્ટ્ર કચ્છ લોકસભા બેઠકમાં ઉમેદવારોની પાસે કેટલી પ્રોપર્ટીઓ છે સૌથી અમીર ઉમેદવાર કોણ છે આ તમામ વિગતો સાથે વાત કરીએ તો સૌથી અમીર ઉમેદવાર જામનગર લોકસભા ના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે જ્યારે સૌથી ઓછી આવક ધરાવતા ઉમેદવાર કચ્છના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ છે આવો જોઈએ કે ની પાસે કેટલી સંપત્તિ છે

પૂનમ માડમ ભાજપના લોકસભાના ઉમેદવાર જામનગર બેઠક પરથી

પૂનમ માડમ પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેવો ત્રીજી વખત જામનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે પૂનમબેન ની ઉંમર 49 વર્ષ છે તેઓ આહીર સમાજમાંથી આવી રહ્યા છે તેમનો અભ્યાસ બીકોમ સુધીનો છે તેવો ખેતી અને વેપાર સાથે જોડાયેલા છે અત્યાર સુધીમાં તેમની સામે કોઈ પણ ગુનો નોંધાયો નથી.

જામનગર બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1656006

2024 માં 1813913

વધારો 157907

બીજા નંબર ઉપર ભાજપના જ રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોતમ રૂપાલા આવી રહ્યા છે પરસોતમ રૂપાલા ની જો વાત કરીએ તો 17.43 કરોડની સંપત્તિ છે જ્યારે પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે તેમની ઉંમર 69 વર્ષ છે તેઓનો અભ્યાસ બીએસસી બીએડ કરેલ છે તેવો ખેતી સાથે સંકળાયેલા છે પરસોતમ રૂપાલા સામે કોર્ટમાં ફોજદારીની ફરિયાદની ત્રણ અરજીઓ થયેલ છે.

રાજકોટ બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1883866

2024 માં 2104519

વધારો 220653

જ્યારે ત્રીજા નંબર પર અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર આવી રહ્યા છે જેની બેન ની ઉંમર 40 વર્ષ છે તેઓની પાસે રૂપિયા 8.47 કરોડની સંપતી છે જેનીબેન લેહવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે તેમનો અભ્યાસ એમબીએ બીકોમ કરેલો છે તેઓ ખેતી સાથે સંકળાયેલા છે

અમરેલી બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1627980

2024 માં 1731040

વધારો 103060

ચોથા નંબર પર ભાજપના પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયા આવી રહ્યા છે મનસુખ માંડવીયા પાસે રૂપિયા 7.95 કરોડ ની સંપત્તિ છે મનસુખ માંડવીયા લેવા પટેલ સમાજમાંથી આવી રહ્યા છે તેઓની ઉંમર 51 વર્ષની છે તેઓ ખેતી અને વેપાર સાથે જોડાયેલા છે તેઓનો અભ્યાસ પીએચડી સુધી છે

પોરબંદર બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1660932

2024 માં 1762602

વધારો 101670

પાંચમા નંબર ઉપર ભાજપના કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા આવી રહ્યા છે વિનોદ ચાવડા ની સંપત્તિ 7.9 કરોડ છે તેઓની ઉંમર 45 વર્ષ છે તેવો દલિત સમાજમાંથી આવી રહ્યા છે તેઓનો અભ્યાસ એમ બી, બીએડ, એલએલબી કરેલ છે તેઓ ખેતી અને વેપાર સાથે જોડાયેલા છે

કચ્છ બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1743825

2024 માં 1935338

વધારો 191513

છ નંબર પર કોંગ્રેસના જૂનાગઢના ઉમેદવાર હીરાભાઈ જોટવા આવી રહ્યા છે હીરાભાઈ પાસે 6.23 કરોડની સંપત્તિ છે તેવો 55 વર્ષના છે તેઓ આહીર સમાજમાંથી આવી રહ્યા છે ખેતી અને વેપાર સાથે જોડાયેલા છે હીરાભાઈના અભ્યાસની જો વાત કરીએ તો ટી વાય બી એ કરેલ છે તેઓની સામે બે ગુનાઓ નોંધાયેલા છે

જુનાગઢ બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1641528

2024 માં 1789621

વધારો 148093

સાત નંબર પર ભાજપના જુનાગઢ બેઠક પરના ઉમેદવાર રાજેશ ચુડાસમા આવી રહ્યા છે તેમની પાસે 3.84 કરોડની પ્રોપર્ટી છે તેઓ કોળી સમાજમાંથી આવી રહ્યા છે રાજેશભાઈ ની ઉંમર 42 વર્ષની છે તેઓનો અભ્યાસ એસવાય બીકોમ છે તેઓ ખેતી અને વેપાર સાથે જોડાયેલા છે રાજેશ ચુડાસમા વિરોધ કોર્ટમાં એક કેસ પેન્ડિંગ છે

આઠમા નંબર પર ભાજપના ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આવી રહ્યા છે તેઓ 57 વર્ષના છે તેમની પાસે 2.61 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેવો કોળી સમાજમાંથી આવી રહ્યા છે નોકરી કરી રહ્યા છે તેમનો અભ્યાસ બીએસસી બીએડ સુધીનો છે તેમના વિરોધ કોઈપણ ગુનો નથી નોંધાયો

ભાવનગર બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1767040

2024 માં 1935338

વધારો 142150

નવમા નંબર પર કોંગ્રેસના પોરબંદર બેઠક પરના ઉમેદવાર લલિત વસોયા આવી રહ્યા છે લલિત વસોયા 62 વર્ષના છે 2.57 કરોડ ની સંપત્તિ છે તેવો લેવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે તેઓ ખેતી સાથે જોડાયેલા છે અભ્યાસ એસ વાય બીકોમ સુધી કરેલો છે તેમની વિરોધ કોઈપણ ગુનો નથી નોંધાયો

દસમા નંબર પર કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી આવી રહ્યા છે પરેશ ધાનાણી પાસે 2.14 કરોડની સંપત્તિ છે તેવો 47 વર્ષના છે પરેશ ધાનાણી લેવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે તેમનો અભ્યાસ બીકોમ સુધીનો છે તેવો ખેતી સાથે સંકળાયેલા છે તેમની વિરુદ્ધ ગુનો નથી નોંધાયો

11 માં નંબર પર કોંગ્રેસના સુરેન્દ્રનગર બેઠક પરના ઉમેદવાર ઋત્વિક મકવાણા આવી રહ્યા છે તેઓની પાસે 1.37 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેઓની ઉંમર 49 વર્ષ છે તે તળપદા કોળી સમાજમાંથી આવી રહ્યા છે તેઓનો અભ્યાસ ગ્રેજ્યુએટ ડીબીએડ સુધીનો છે તેઓ નોકરી કરી રહ્યા છે તેમની સામે કોઈ પણ ગુનો નથી

12 માં નંબર પર કોંગ્રેસના જામનગર બેઠકના ઉમેદવાર જેપી મારવિયા આવી રહ્યા છે તેમની પાસે 1.2 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેઓની ઉંમર 43 વર્ષ છે તેવો લેવા પટેલ સમાજમાંથી આવી રહ્યા છે તેઓનો અભ્યાસ બીકોમ એલએલબી છે તેવો ખેતી સાથે સંકળાયેલા છે તેમની સામે કોઈ પણ ગુનો નથી નોંધાયો

13 નંબર પર આમ આદમી પાર્ટીના ભાવનગર બેઠક પરના ઉમેદવાર ઉમેશ મકવાણા આવી રહ્યા છે મકવાણા પાસે 92.88 લાખની સંપત્તિ છે તેઓની ઉંમર 49 વર્ષ છે તેઓ કોળી સમાજમાંથી આવી રહ્યા છે તેમનો અભ્યાસ બીએ બીકોમ સુધીનો છે તેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમની સામે ગુનો નથી નોંધાયો

14 નંબર પર ભાજપના અમરેલી બેઠક પરના ઉમેદવાર ભરત સુતરીયા આવી રહ્યા છે ભરતભાઈ પાસે 83.78 લાખની સંપત્તિ છે તેઓની ઉંમર 54 વર્ષ છે તેવો લેવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે તેઓ 10 પાસ છે અને ખેતી સાથે જોડાયેલા છે તેમની સામે કોઈ પણ ગુનો નથી નોંધાયો

15 નંબર પર ભાજપના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આવી રહ્યા છે ચંદુભાઈ પાસે 58.8 લાખની સંપત્તિ છે તેવો 61 વર્ષના છે તેઓ ચુવાડિયા કોળી સમાજમાંથી આવી રહ્યા છે તેઓનો અભ્યાસ 12 પાસ સુધીનો છે તેઓ ખેતી સાથે સંકળાયેલા છે તેમની સામે કોઈ પણ જાતનો ગુનો નથી નોંધાયો

સુરેન્દ્રનગર બેઠકના મતદારોની સ્થિતિ

2019 માં 1847878

2024 માં 2026252

વધારો 178374

16 નંબર પર આવી રહ્યા છે કોંગ્રેસના કચ્છ બેઠક પરના ઉમેદવાર નિતેશ લાલણ તેમની પાસે 20 લાખ રૂપિયા ની સંપત્તિ છે તેવો સૌરાષ્ટ્રની આઠે બેઠક પરના સૌથી ગરીબ ઉમેદવાર છે તેઓ 30 વર્ષના છે દલિત સમાજમાંથી આવી રહ્યા છે તેમનો અભ્યાસ 12 પાસ સુધીનો છે નિતેશભાઇ વેપાર સાથે જોડાયેલા છે તેમની સામે કોઈ પણ જાતનો ગુનો નથી નોંધાયો

સૌરાષ્ટ્ર કચ્છની અંદર તમામ આઠ બેઠકોમાં 2019 માં 13829055 મતદારો હતા જ્યારે 2024 માં 15072475 મતદારો નોંધાયા છે ગત લોકસભા અને આ લોકસભામાં ટોટલ સૌરાષ્ટ્રની આઠ બેઠકો પર 1243420 મતદારોનો વધારો થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW