HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)માળીયાના હરીપર ગામ પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા- કચ્છ હાઈવે ઉપર હરીપર ગામ પાસે દારૂ સાથે ઇસ્મતઅલી અબાસભાઈ મોવર નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દારૂ નો કુલ રૂ.140 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.માળિયા પોલીસે તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2)વાંકાનેરના સરતાનપર રોડ પાસે દારૂ સાથે એક ઈસમ પકડાયો

વાંકાનેરના સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે ખુલ્લા પટમાં દારૂ ના જથ્થા સાથે અજયભાઇ રમેશભાઇ ઝરવરીયા નામના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દારૂ નો કુલ રૂ.360 નો જથ્થો પોલીસે જપ્ત કરી વાંકાનેર પોલીસે તે ઈસમ સામે દારૂ વહેચવા મામલે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(3)મોરબીના શનાળા ગામ પાસે દારૂ પી કાર ચલાવતો ઈસમ ઝડપાયો

મોરબીના શનાળા ગામના ઝાપા પાસે કાંતીભાઈ હિરજીભાઈ ઠોરીયા ના નામનો શખ્સ તેની જીજે-36-આર-5770 નંબરની તેની કાર દારૂ પીધેલ હાલતમાં હંકારતો જોવા મળ્યો હતો.મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ડ્રીંક એન ડ્રાઈવ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4)માળીયાના જાજાસર પાસે દારૂ સાથે એક શખ્સ પકડાયો

માળીયાના જાજાસર ગામ પાસે જુસબ આમદભાઇ કટીયા એ દારૂ ના કુલ રૂ.120 નો મુદામાલ મળી આવ્યો હતો.માળીયા પોલીસે તે જથ્થો જપ્ત કરી તે શખ્સ ની સામે દારૂ વહેચવા મામલે ગુનો દાખલ કર્યો હતો તે શખ્સ ને પોલીસે પકડી પાડ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW