(1)મોરબીના ગેડા સર્કલ પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા બે રિક્ષા ચાલક ઝડપાયા
મોરબીના ગેડા સર્કલ પાસે શિવ શંકર ડેરી પાસે મહમદખાન ઉમરખાન બ્લોચ એ તેની જીજે-08-એવી-722૩ નંબરની રિક્ષા જાહેર માર્ગ પર ટ્રાફિક ને અડચણરૂપ થાય અને અન્ય વાહનચાલકોને સમસ્યા સર્જાય તે રીતે રાખી મુકતા પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી તેની પાસેથી દંડ વસુલ કર્યો હતો.
આ ઉપરાંત તે સ્થળેથી એક અન્ય એમદભાઇ દાઉદભાઇ મેમણ નામનો શખ્સ તેની જીજે-04-એયુ-2040 નંબરની રિક્ષા જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થાય અન્ય રાહદારીઓને મુશ્કેલી થાય તે રીતે મૂકી રાખતા તે શખ્સ સામે મોરબી પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બાબતે ગુનો નોધી તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
(2)ટંકારાના ખજુરા હોટલથી આગળ જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા
ટંકારાના ખજુરા હોટલથી આગળ, રોડની જમણી સાઇડ, બાવળની ઝાડી નીચે જાહેરમાં જુગાર રમતા (1)પ્રકાશભાઇ વશરામભાઇ ફેફર (2) કલ્પેશભાઇ ધીરૂભાઇ બરાસરા (૩)પિન્ટુલ કરશનભાઇ કાવરને પોલીસે પકડી પાડ્યા હતા. આ ત્રણ શખ્સો પાસેથી કુલ રૂ.૩,01,000 નો મુદામાલ પોલીસે જપ્ત કરી લીધો હતો.ટંકારા પોલીસે જુગાર રમવા અંગે આ શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(૩)મોરબીના ભડીયાદ ગામ પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના ભડીયાદ ગામ પાસે દારૂ સાથે જયેન્દ્રસિંહ તખુભા જાડેજા ને પોલીસે પકડી લીધો હતો.આ શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-180 નો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે તે શખ્સ સામે દારૂ અંગે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(4)મોરબીના લાલપરની સીમ પાસે દારૂ મામલે એક ઈસમ પકડાયો
મોરબીના લાલપર ગામની સીમ શ્રીજી સીરામીકના કારખાનાની સામે આવેલ નર્મદા કેનાલ પાસે દારૂ સાથે વિશાલભાઇ ભીમાભાઇ ઝીઝુવાડીયા નામનો શખ્સ ઝડપાયો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.240 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે દારૂ વહેંચવા મામલે ગુનાની નોંધણી કરી હતી.
(5)વાંકાનેરના હરિપાર્ક નવાપરા પાસે એક વુર્ધ્ધે ગળેફાસો ખાઈ આપઘાત કર્યો
વાંકાનેરના હરિપાર્ક નવાપરા માં રેહતા વસંતભાઇ વીરજીભાઇ કલોલ એ વાણંદ નો વ્યવસાય કરતા હતા.તેને ગઈકાલે કોઈ અગમ્ય કારણસર તેના ઘરે ગલેફાંસો ખાઈ આપઘાત કર્યું હતું.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ત્યાં ફરજ પરના ડો. જાવેદ મસાકપુત્રા એ આ બનવાની જાણ વાંકાનેર પોલીસ ને કરતા પોલીસે ફરિયાદ નોધી આગળ ની તપાસ હાથ ધરી હતી.
(6)મોરબીના પીપળી ગામ પાસે એક વ્યક્તિએ રાત્રીના સમયે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું
મોરબીના નવી પીપળી ગામ પાસે સિધરાજસિહ સુરૂભા ઝાલા એ તેના ઘરે રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.તેને ચંન્દ્રસિહ નટુભા ઝાલાએ પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.ડો. એન .એન . રૂપાલા એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ને જાણ કરી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
(7)મોરબીના બેલા ગામ પાસે બીમારી ના કારણે એક નું મોત નીપજ્યું
ઉતરપ્રદેશના ચોટોપુર ગામના વતની અને મોરબીના બેલા ગામ પાસે આવેલ ઇન્વન્ટા કારખાનામાં મજુરી કામ કરતા કાંતરામ ગંગારામ પ્રસાદનું ગઈકાલે બીમારી સબબ બેલા ગામની સીમ સંભુ હોમડેકોર ની સામે બાવળા ની ઝળી માં મરણ હાલતમાં જોવા મળ્યા હતા.ત્યાં આસપાસના લોકો દ્વારા કાંતરામ ને પીએમ માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.તેના પુત્ર દ્વારા આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
(8)મોરબીના ત્રિકોણબાગ પાસે બાઈક ચોરી
મોરબીના ત્રીકોણબાગ યુનીયન બેંક પાસે કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા તેનું જીજે-36-એડી-5108 નંબરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કરેલું હતું. થોડા સમય બાદ તા.17-04-2024 ના રોજ સાંજે 7 થી 9 વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો શખ્સ આવી તેનું બાઈક ચોરી કરી નાસી ગયો હતો.કિરીટભાઈ દ્વારા બાઈક ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

