HomeGujaratમોરબીની નાગનાથ શેરીમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા, ગંદકીથી સ્થાનિકોને હિજરત કરવી પડે...

મોરબીની નાગનાથ શેરીમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા, ગંદકીથી સ્થાનિકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ

મોરબી નગરપાલિકાએ હદ બહારની બેદરકારી દાખવતા શહેરના મુખ્ય વિસ્તારની મધ્યમ લોકોની શેરીમાં ગંટરની  ગંદકીએ માજા મુકતા લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. જેમાં ઘરમાં ગટર તેમજ શૌચાલયની ગંદકી ઘુસી જતા ઘરના રોજિંદા કામો કરવામાં મહિલાઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. સ્થાનિક રહીશોએ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે, નગરપાલિકામાં  ફરિયાદ કરીએ તો એમ કહે છે કે આ સમસ્યા તો રહેશે જ, એટલે તમે મકાનો વેચી સારી જગ્યાએ જતા રહો એવી સુફીયાણી સલાહ આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા.

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલી નાગનાથ શેરીમા અનેક મધ્યમવર્ગીય પરિવારોની વસાહત હોય પણ મધ્યમવર્ગીય પરિવારો કપરી પરિસ્થિતિમાં મુકાય ગયા છે. એનું કારણ એ  છે કે, ઘણા સમયથી આ શેરીમાં ભૂગર્ભ ગટરની ગંદકી એટલી હદે ઉભરાય રહી છે. સ્થાનિક લોકોનું આરોગ્ય તો રામભરોસે થઈ ગયું છે. સાથે સાથે ગટરની ગંદકી જેવી કે મળ મૂત્ર શેરી અને ઘરમાં ફળીયામાં અને બાથરૂમમા ઘુસી જતા ઘરના રોજિંદા કામો કરવામાં મુશ્કેલી પડે છે. ખાધા પછી દરેક પરિવારો વાસણ ફળીયામાં ઉટકતા હોય અને કપડાં પણ ફળીયામા ધોતા હોય તેમજ બાથરૂમમાં  ન્હાવા ધોવાની ક્રિયામાં મુશ્કેલી પડે છે. કારણ કે ઘર, ફળીયા બધે જ ગટરના પાણી પાણી હોય આવા કાર્યો કરવા કેમ તે અંગે મુશ્કેલી સર્જાઈ છે. આ વીડિયોમાં સ્થાનિકોએ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે, આ જુઓ  ગટરના પાણી, ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા છે. આવી પરિસ્થિતિમાં રહેવું કેમ ? ગંદકીને કારણે રોગચાળો ફેલાય છે. જો કે નગરપાલિકામાં આ ગટરની ગંદકી દૂર કરવા અનેક રજુઆત કરી છે. છતાં સફાઈ કરવા કોઈ આવતું જ નથી. જ્યારે જ્યારે ઉગ્ર રજુઆત કરીએ ત્યારે નગરપાલિકાવાળા તમારી ગટર સફાઈ ન થતી હોય તો મકાન વેચીને તમને જ્યાં સારી લાગતી જગ્યાએ જતા રહો. આ રીતનો જવાબ ખરેખર બેજવાબદારી ભર્યો છે. આથી સ્થાનિકોએ હિજરત કરીશું ત્યારે જ તંત્રને પોતાની જવાબદારીનું ભાન થશે ખરું તેવો સવાલ ઉઠાવ્યો હતો.

લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે અધિકારી ચૂંટણી કામગીરીમાં જોતરાઈ ગયા છે ચાર્જમાં ચાલતી મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ધાર્મિક ડોબરિયા પાસે હળવદ ડેપ્યુટી કલેકટરનો ચાર્જ હોય તેમજ ચૂટણી કામગીરી પણ હોય જેના કારણે પાલિકામાં પુરતું ધ્યાન ન આપી શકતા હોવાની વાત સામે આવી છે બીજી તરફ મોરબીવાસીઓની સાથે હમેશા સાથે રહેવાની વાતો કરતા પાલિકાના પૂર્વ હોદેદારો અને કાઉન્સિલર પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય જેના કારણે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં રહેતા લોકો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની સામે કોઈ જોનાર પણ નથી આખરે જે હમેશા સામાન્ય પ્રજા માટે ૨૪ કલાક દોડતા હોવાના દાવા કરતા અધિકારી પદાધિકારી કેમ દેખાઈ નથી રહ્યા તે પણ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે   

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW