(1)વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
વાંકાનેરના જીનપરા જકાતનાકા રાજ એન્ટરપ્રાઈઝ પાસે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.(1) દિપકભાઈ બીપીનભાઈ નરસાણા (2) મીતેશભાઈ કિશોરભાઈ રાજવીર (3) સલીમભાઈ અલીભાઈ બાદી એ જાહેર સ્થળ પર ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીત આધારિત જુગાર રમતા શખ્સો પાસેથી કુલ રૂ.5150 નો મુદામાલ વાંકાનેર પોલીસે જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)મોરબીના ગાળા પાટીયા પાસે દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબીના ગાળા પાટીયા રામદેવ હોટલ પાસે અબ્દુલ મહમદહનીફ કાટિયા ને દારૂ સાથે પોલીસે પકડી લીધો હતો.તે યુવક પાસેથી દારૂ નો કુલ રૂ.200 જથ્થો પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ દારૂ મામલે ગુનાની નોધણી કરી હતી.
(૩)વાંકાનેરના લીબાળાની ધાર પાસે રહેણાંક મકાનમાંથી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ
વાંકાનેરમાં સાયરાબેન ઉમેદભાઈ રાજાએ લિબાળાની ધાર પાસે રહેતા હતા.વાંકાનેર પોલીસ બાતમીના આધારે તે સ્થળે રેડ મારતા તે મહિલાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર દારૂ નો જથ્થો પોલીસને પ્રાપ્ત થયો હતો.તે સ્થળે થી દારૂ નો કુલ રૂ.900 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ મહિલા શખ્સ ઘટના સ્થળે હાજર મળી ન હતી.પોલીસે તેની વિરુદ્ધ દારૂ વહેચવા અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(4)મોરબીના રેલ્વેસ્ટેશન પાસે બાઈક ચોરી કરતો એક શખ્સ ઝડપાયો
મોરબીના રેલ્વેસ્ટેશન પાસે તરૂણભાઇ ગંગારામભાઇ કાચરોલા એ તેનું જીજે-03-ડીએચ-4587 નંબર નું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કરેલું હતું.તેનું બાઈક રાકેશભાઇ કરશનભાઇ સોલકી નામનો શખ્સ ચોરી ને લઇ ગયો હતો.બાઈક ચોરી મામલે તરૂણભાઇ એ મોરબી સીટી એ-ડીવીઝનમાં ફરિયાદ નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને તે ચોરી કરતા શખ્સને પોલીસે ગઈકાલે પકડી પાડ્યો હતો.
(5)મોરબીના કોયલી ગામ પાસે વુધ્ધા એ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ લેતા મોત
મોરબીના કોયલી ગામ લાખાભાઇ બોરીચા ની વાડી એ સાયરીબેન અમરશીભાઇ ભુરીયા એ કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જતા તેને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મુતક જાહેર કર્યા હતા.ત્યાં ફરજ પરના ડો. ડી. કે. પટેલે મોરબી તાલુકા પોલીસે આ ઘટનાની જાણ કરતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
(6)મોરબીમાં બીમારીના કારણે એક વુધ્ધ નું મોત
મોરબીના વૈભવ નગર શનાળા પાસે રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા રહેતા હતા.રાજેશભાઈ એ છેલ્લા ઘણા સમયથી બીમાર અને તાવ આવ્યો હતો.આ બીમારી ને લીધે તેને સારવાર માટે તેના પરિવાર દ્વારા તેને પ્રથમ સારવાર માટે સત્યમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેને સરકારી હોસ્પીટલમાં લાવતા સારવાર સમયે તેને મરણ થયું હતું.તેના દીકરા દ્વારા આ ઘટનાની જાણ મોરબી સિટી એ-ડીવીઝન પોલીસેને કરતા પોલીસે ફરિયાદ નોધી હતી.
(7)ગાંધીધામથી અમદાવાદ ધંધાર્થે જત્તા યુવકે અજાણ્યા માણસને લીફટ આપતા,તે અજાણ્યો શખ્સ કાર લઇ નાસી ગયો
ગાંધીધામમાં રહેતા હર્મેશભાઈ ભરતભાઇ વ્યાસ એ ફર્નીચર કામ કરતા હતા.તે તેના ધંધાર્થે ગાંધીધામથી અમદાવાદ જતા હતા.રસ્તામાં અજાણ્યો માણસ પોતે બીમાર છે અને તેને ધ્રાંગધ્રા સુધી લઈ જવાનું જણાવતા કારચાલકે તેને લીફટ આપી તેને ગાંધીધામથી પોતાની ગાડીમાં બેસાડીને અમદાવાદ તરફ આવતા હતા ત્યારે હળવદ સરા ચોકડી પાસે આવેલ ભાગ્યલક્ષ્મી દુકાને કારચાલક હર્મેશભાઈ પાણી લેવા નીચે ઉતર્યા ત્યારે તે અજાણ્યો માણસ હર્મેશભાઈ ની સ્વીફટ ગાડી રજી નં. જી.જે.-12-એફ ડી-1918 ના નંબરની ગાડી લઈ નાસી અગ્યો હતો.હર્મેશભાઈ એ આ ચોરી ની ઘટના અંગે હળવદ પોલીસ મથકમાં તેની કાર ચોરી થઈ ગયા મામલે ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
(8)મોરબીના માળીયા નેશનલ હાઈવે પાસે મારામારીનો બનાવ સામે આવ્યો
મોરબીના માળીયા નેશનલ હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામનાં બસસ્ટેન્ડ ની બાજુમાં આવેલ લક્ષ્મી પ્લાઝા કોમ્પ્લેક્ષ ની બહાર શેરડી નાં રસ વાળાની કેબીન પાસે મારામારી કરતો શખ્સ ઝડપાયો હતો.સાજણભાઈ નારણભાઈ રબારી એ વીરાબેન સાથે તેની સગાઇ તૂટી ગયા બાદ વિરાબેનના લગ્ન મોમાયાભાઈ સાથે થયા હતા,આ મામલે ખાર રાખી સાજણભાઈ એ લક્ષ્મી પ્લાઝા પાસે પાઇપનો એક ઘા મારતા મોમાયાભાઈ નીચે પડી ગયેલ બાદ તેના જમણા હાથમાં લોખંડના પાઇપના ત્રણ-ચાર ઘા મારતા જમણા હાથના કોણીથી નીચેના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી.તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.મોમાયાભાઈ ના પિતા એ આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે ગુનો નોધી તે શખ્સ ને પકડી લીધો હતો.

