HomeGujaratમોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસે હિટવેવ ની આગાહી મહત્તમ તાપમાન 43 ડિગ્રી...

મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસે હિટવેવ ની આગાહી મહત્તમ તાપમાન 43 ડિગ્રી પાર થવાની શક્યતા

ઉનાળાની શરૂઆત આકરી રહી છે .આખા એપ્રિલ મહિના દરમીયાન કાળઝાળ ગરમી પડી હતી અલનીનો ની અસરના કારણે મહત્તમ તાપમાન 40ડિગ્રી પાર રહ્યું હતું જેના કારણે લોકોને આકરી ગરમીનો અહેસાસ થયો હતો.જોકે આ ગરમી હજુ. મે મહિના માં પણ યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 1મેથી5 મે દરમીયાન મહત્તમ તાપમાન 42થી43ડિગ્રી વચ્ચે રહેશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે  તો રાત્રિ દરમિયાન પણ 

લઘુતમ તાપમાન 25 ડિગ્રી થી ઉપર રહેવાના કારણે ઉકળાટ રહેશે.

મોરબી જીલ્લામાં એપ્રિલ મહિનામાં ગરમીના આકરા તાપનો અનુભવ થયા બાદ મે મહિનો વધુ આકરો મિજાજ દેખાડશે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી મુજબ પ્રથમ ચાર દિવસ મહતમ તાપમાન 42 ડીગ્રી  સેલ્સિયસ વચ્ચે રહેશે તો પાંચ  મેના 43 ડિગ્રી પાર થશે મોરબી જિલ્લામાં મે મહિના  હિટ વેવના દિવસ વધશે જેના કારણે આકરી ગરમી સાથે લૂ વાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાન પણ 25 ડીગ્રી વચ્ચે રહેશે તેમજ પવનની ગતિ માં પણ ઘટાડો થવાની સંભાવના છે આગામી દિવસમાં પવનની ઝડપ પણ  24-27 કિમી પ્રતિ કલાક રહેશે પરિણામે દિવસે આકરી ગરમીની અઠે રાત્રે પણ ઉકળાટનો અનુભવ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.. 

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.

લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW