“જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની સવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાતની “
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.
આજે ગુજરાતની સ્થાપનાના 6૪ વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને આજે ૬૫માં સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતી આ દિવસને ગર્વથી જુએ છે અને ગુજરાતના ભવ્ય ઈતિહાસ અને પ્રગતીમય વર્તમાનમાં જીવવાની સાથે સુવર્ણમય ભવિષ્યની કામના કરી રહ્યો છે ગુજરાતનો ૧૬૦૦ કિમી નો લાંબો દરિયા કાઠો હોય કે કચ્છનું રણ,અરવલ્લીના પહાડ હોય કે ગરવો ગઢ ગીરનાર જંગલ તમામ સ્થળ ગુજરાત સોમનાથ દ્વારકા અંબાજી પાવાગઢ તમામ સ્થળે ગુજરાતની માટીની મહેક પ્રસરી રહી છે
આ દરિયાકિનારાએ જ અહીં વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો. સદીઓથી ગુજરાતીઓ દુનિયભરમાં વ્યાપેલા છે તેનું કારણ પણ આ દરિયો જ! લોકો દરિયાની મદદથી વ્યાપારાર્થે સાત સમંદર પાર સ્થાયી થયા અને માનભેર વેપાર કર્યો, હજુયે કરી રહ્યા છે. આજે વેપાર ગુજરાતની ગળથૂથીમાં છે.
અમદાવાદ નો ટેક્સ ટાઈલ્સ ઉદ્યોગ હોય કે સુરતનો હીરા ઉદ્યોગ જામનગરના રિલાયન્સ અને બ્રાસ પાર્ટ, રાજકોટના ડીઝલ અને સબમર્સિબલ પંપ ઉદ્યોગ મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ દુનીયામાં અલગ અલગ ઓળખ છે
આજે ગુજરાતની ધરતી પર આઇઆઇટી એનઆઇટી આઇઆઇએમ જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ, રિલાયન્સ, અદાણી જેવી વૈશ્વિક કંપનીઓ, કેટલીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ, વિશ્વના ડાયમંડ બિઝનેસમાં સિંહફાળો આપતું હીરા બજાર, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને પ્રથમ જ્યોતિર્લિંગ સહિતના અનેક નામાંકિત પર્યટન સ્થળો, વગેરે ધમધમે છે.

