(1)ટંકારાના રાજકોટ હાઇવે છતર ચેકપોસ્ટ પાસે દારૂ પી વાહન હાકતો એક શખ્સ ઝડપાયો
ટંકારાના રાજકોટ હાઇવે છતર ચેકપોસ્ટ પાસે વિજયભાઇ જયરામભાઇ મોરી નામનો શખ્સ તેનું જીજે-06-એવી-6667 નંબરનું ટેન્કર જાહેર માર્ગ પર દારૂ પી હાંકતો હતો.જેને પોલીસે પકડી પાડ્યો હતો. જે મામલે ટંકારા પોલીસે શખ્સ સામે ડ્રીંક એન ડ્રાઈવ નો ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)માળીયાના સરકારી હોસ્પિટલ પાસે દારૂ સાથે એક શખ્સ પકડાયો
માળીયાના સરકારી હોસ્પિટલ પાસે દારૂ ના જથ્થા સાથે ઈકબાલભાઈ હારૂનભાઈ કટીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ -160 નો મુદામાલ પોલીસે જપ્ત કરી લીધો હતો.તેની સામે પોલીસે દારૂ મામલે ગુનાની નોંધણી કરી હતી.
(3)મોરબીના જેતપર પાસે દારૂ વહેંચવા અંગે એક શખ્સ ઝડપાયો
મોરબીના જેતપર (મચ્છુ) ગામ પાણીના ટાકા પાસે દારૂ સાથે શૈલેષભાઇ વલ્લભભાઇ હમીરપરા ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.200 દારૂ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોંઘી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
(4)મોરબીના પીપળી ત્રિલોકધામ પાસે રહેતા યુવક ને આર્થીક ભીસ પડતા ગળે ફાંસો ખાઈ લેતા મોત
મોરબીના પીપળી નજીક ત્રીલોકધામ સોસાયટીમાં રહેતા લલીત ઉર્ફે નિલેષ મનુભાઇ મકવાણા એ ગળે ફાંસો ખાધો હતો.તે યુવક રફાળેશ્વર ગામ પાસે મોટર સાયકલ રીપેરીંગ ગેરેજ ચલાવતો હતો.તે છેલ્લા લાંબા સમયથી બરાબર ચાલતી ન હતી તેથી તે યુવક આર્થીક સંકળામણમાં આવી ગયો હતો જે બાબતે મનોમન લાગી આવતા પોતે તેની જાતે તેના મકાન માં ઉપરના માળે હોલમાં છતના ભાગે હિચકો લગાડવાના હુક સાથે સાડી વડે ગળે ફાસો ખાઈ લીધો હતો.આ મામલે પીએમ અર્થે તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.આ બાબતની જાણ યુવક ના પિતા એ મોરબી તાલુકા પોલીસ ને જાણ કરી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળ ની તપાસ હાથ ધરી હતી.
(5)મોરબીના લખધીરપુર પાસે પત્થરની ખાણમાં પડી જતા મોત
મોરબીના લખધીપુરમાં રહેતા બળવંત કહેરશિંગ રાજ એ તા.30-04-2024 ના રોજ સાંજે 7 વાગ્યે તે લખધીરપુર ગામમાં મનહર ભાઇ ની પત્થરની ખાણ ઉપરથી નીચે પડી જતાં તેનું મોત જોવા મળ્યું હતું અને તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો.ત્યાં હાજર ડો.એન.એન રૂપાલા એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી,પોલીસે ફરિયાદ નોધી હતી વધુ તપાસ હાથ ધરી હતી.

