મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં અગાઉ વૃદ્ધ કે મહિલાઓને રીક્ષામાં બેસાડી બાદમાં તેમની નજર ચૂકવી રૂપિયા ખંખેરવાની ઘટના બનતી હતી જે બાદ પોલીસ સક્રિય થતા આ પ્રવુતિ અટકી ગઈ હતી જોકે ફરી એકવાર આ ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે મોરબીમાં તાજેતરમાં એક વૃદ્ધને બે શખ્સે રીક્ષામાં બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી રૂ ૪૦ હજાર લઇ ફરાર થઇ ગયા હતા બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાઘપર ગામમાં વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની જામસિહ મેથુસિહ બબરીયા નામના વૃદ્ધ ગત તા 26 ના રોજ બપોરના સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયે એક રીક્ષામાં બેસી માળિયા ફાટક થી વિસી ફાટક તરફ જવા નીકળ્યા હતા જોકે આ દરમિયાન રીક્ષામાં બેઠેલા શખ્સે તેની નજર ચૂકવી રૂ ૪૦ હજાર સેરવી લીધા હતા રીક્ષામાં ઉતરી તપાસ કરતા રૂપિયા ગાયબ જણાતા તેઓએ બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

