સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્ટે.ની હદમાં કોઈપણ આધાર, પાસ-પરમીટ, લીઝ કે સરકારની કોઈ મંજુરી વગર સુદામડા ગામના અલગ-અલગ સર્વે નંબરોની તથા સરકારી જમીનમાં ખોદકામ કરી કાળો પથ્થર(બ્લેક ટ્રેપ) ની ખનીજ ચોરીના કુલ-૦૨ ગુનાઓ જેમાં ૨.૮૦ અબજ રૂપિયાનું ખનન તથા વહન થયેલ તેમજ એમ્પ્લોઝીવ એક્ટ હેઠળના કુલ-૦૨ ગુનાઓ જ્યારે ગેરકાયદેસર હથિયારો સાથે લૂંટ કરવા અંગેનો ૦૧ ગુનો દાખલ થયેલ જે ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા ઉપરોક્ત ગુનાઓની તપાસો સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવેલ હતી.જેના આધારે પોલીસ મહાનિદેશક, સ્ટેટ મોનીટરીંગ સેલની સુચના આધારે નિર્લિપ્ત રાય, IPS, પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તથા કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સક્રિય થયેલ હતી અને કુલ-૦૫ ગુનાઓમાં છેલ્લા સાત માસથી નાસતો-ફરતો મુખ્ય આરોપી ભાગીદાર ભરતભાઈ સાદુળભાઈ વાળા, રહે.સુદામડા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગરનો સાયલા તાલુકાની ડોળીયા ચોકડી પાસે, રીલાયન્સ પેટ્રોલપંપ પાસે હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને માહિતી મળેલ હતી.

જે માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તપાસ કરતાં આરોપી મળી આવતા તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આરોપી સામે સાયલા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૧૦૪૫૨૩૦૩૪૨/૨૦૨૩, ઈ.પી.કો.ક.૩૨૩, ૩૮૬, ૩૯૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) તથા જી.પી.એ.કલમ-૧૩૫ મુજબના ગુનો નોધાયો હોય અને આ કલમ અંતર્ગત પોલીસે કાયદેસરની કાર્વાહી હાથ ધરી હતી.


